Book Title: Jain Adarsh Prasango Part 04
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 14
________________ કહેવાથી પન્નાલાલ પણ નીચે ઊતર્યા. ત્યાં ફકોર રૂમાલ પાથરીને તેના પર બેઠો. ટાઈમ થતાં ડ્રાઈવરે ગાડી ચલાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ અત્યંત જિદ્દી માણસની જેમ ગાડી તેની જગ્યાએથી બિલકુલ હાલી કે ચાલી નહીં. ડ્રાઈવરે બધી તપાસ કરી. પણ તેને ગાડીમાં કોઈ ખામી ન પકડાઈ. અડધો કલાક વીતવા આવ્યો. તેને અવારનવાર સામે એક માનવની મૂર્તિ દેખાતી હતી. આખરે તે પેલા માણસને શોધવા નીકળ્યો, અને ડ્રાઈવર જયાં પન્નાલાલભાઈ ઊભા હતા ત્યાં આવ્યો. ફકીરને જોતાં જ બધી વાત સમજી ગયો. તે ફકીરના પગે પડ્યો. અને ગાડી ઉપડવા દો એમ આજીજી કરી. એટલે ફકીર ઊભા થઈ ગયા અને રૂમાલ ઝાટકીને ગાડીમાં જઈને બેઠા. પનાલાલભાઈ પણ આશ્ચર્ય પામીને તેમની સાથે જઈને બેઠી. પછી ડ્રાઈવરથી તુરત જ ગાડી ચાલુ થઈ. પછી ફકીરે પન્નાલાલભાઈને પૂછ્યું : “હે નવાર મહામંત્ર માર ?” પન્નાલાલભાઈએ કહ્યું, “ રેલ્વા ઔર ચદ મી માસૂમ દુઆ જિ નવારા રેસા કમાવ है। मगर इसकी चाबी बताओ किस तरह से आपने यह कार्य किया ?" પરંતુ ફકીરે પોતાનું નામ પણ બતાવ્યું નહીં. મુસલમાન પણ શ્રધ્ધા અને સાધનાથી નવકાર મહામંત્રના પ્રભાવે આવું અશક્ય કાર્ય કરી દેખાડતા હોય, તો તે સુશ્રાવકો ! તમે પણ અનંત પુણ્ય મળેલ આ નવકાર તથા જૈન ધર્મની ભાવભકિતથી આરાધના કરો. શ્રી અરિહંત ભગવંતોએ તો આને સર્વોત્કૃષ્ટ મંગલ કહ્યું જ છે. શ્રદ્ધા, આદર, વિધિ અને નિર્મળ મનથી આ નવકાર અને ધર્મની ખૂબ ખૂબ સાધના કરો. ચોક્કસ આ ભવમાં અને અનેક ભવમાં ધર્મપ્રભાવે તમારા ભયંકર વિનો પણ દૂર થશે અને ઉત્તમોત્તમ સામગ્રી, સદ્દબુદ્ધિ આદિ આપીને ધર્મ તમને શાશ્વત શાંતિ, સુખ, સમાધિ આદિ પણ આપશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52