________________
એક રોગ મટવા માંડ્યા ! થોડા વખતમાં તો બધા જ રોગ મટી ગયા ! બે નવ્વાણું થઈ ગઈ ! આજે પણ એમની હાર્દિક ભાવના એ જ છે કે દાદાની ચઉવિહાર છઠ્ઠ સાથે નવ્વાણું યાત્રા ફરી ફરી કરું . શત્રુંજયના આવા ઘણા ચમત્કાર હમણાં ૫૦-૬૦ વર્ષોમાં ઘણાંને થયા છે. તમે પણ ભાવથી સિધ્ધગિરિની યાત્રા કરી હિત સાધો ! આજથી પ્રાયઃ ૧૧ વર્ષ પહેલાની સત્ય ઘટના ક આ જ સાધ્વીજીને વર્ષીતપ સાથે નવ્વાણું યાત્રા ચાલતી હતી. એક વાર કોણ જાણે કોઈ કર્મના ઉદયે ઘેટીની પાગ ઊતરતાં જ ૫૦ ફૂટની ઊંડી ખીણમાં આ સાધ્વીજી અચાનક પડી ગયાં ! જોનારને થયું કે હવે આ સાધ્વીજીના શરીરનું એક હાડકું પણ મળે નહીં. પણ દાદાની અસીમ કૃપા કે જાણે પડતાની સાથે જ ઝીલી લીધા ન હોય તેમ કાંઈ જ ન બન્યું ! એમના હાથમાં તરપણી અને દાંડો પણ સહી-સલામત ! પાછા ચાલતા ઉપર દાદાના દર્શન કરી ડોળીનો ઉપયોગ કર્યા વગર નીચે ઊતયાઁ !
૮ વર્ષ પહેલાં આ જ સાધ્વીજીને આંતરડામાં આંટી આવી ગઈ. ડૉક્ટરે કહ્યું કે હવે એમને મોઢેથી પાણી પણ નહીં અપાય. ત્રણ દિવસ સુધી ગ્લુકોઝના બાટલા ચઢાવ્યા. તો પણ સારું ન થયું. છેવટે ડૉક્ટરે કહ્યું કે હવે અમદાવાદ જઈ ઓપરેશન કરાવવું પડશે. ચાતુર્માસનો સમય હતો. નવપદની ઓળીનો પહેલો દિવસ હતો. એમના ગુરુજીએ એમને કહ્યું કે તું નવપદની ઓળી કર. સિધ્ધચક્રના પ્રભાવથી બધું જ સારું થઈ જશે! સાધ્વીજીએ પણ શ્રદ્ધાથી ઓળી કરી! ઓળીના પ્રભાવે ઓપરેશન ન કરવું પડ્યું. તપના પ્રભાવે અત્યંતર ઓપરેશન થઈ ગયું !
શ્રી નવપદ શાશ્વત પર્વ છે. તેથી ભાવથી ઓળી કરનારને આજે પણ આવા પરચા સાક્ષાત્ અનુભવવા મળે છે.
Jain Education International
૫
For Personal & Private Use Only
www.jainelibrary.org