________________
-૪-દાદાના પ્રતાપે રોગ મટ્યા
આજથી પ્રાયઃ ત્રણ વર્ષ પૂર્વે સાધ્વીજી શ્રી રમ્યદર્શિતાશ્રીજીને ઘણા રોગ હતા. લિવર બગડેલ, હોજરીમાં અલ્સર અને ચાંદા હતાં, આંતરડામાં સોજો, અનનળીમાં પણ સોજો, રોગોને કારણે એટલી બધી ઊલટી થાય કે પેટમાં ૧ ચમચી પાણી પણ ન ટકે. ૨ વર્ષ સુધી પ્રાયઃ બિઆસણું પણ ન કર્યું. સંવત્સરીના દિવસે પણ સમજાવીને માંડ માંડ પવાલું દૂધ રડતાં રડતાં પીને બિઆસણું કર્યું. કમરમાં મણકો ખસી ગયેલ, પગમાં પાણીનો ભરાવો અને મન તો સાવ અસ્થિર, અપસેટ. ઓઘો પાસે છે કે નહિ તેનો પણ એમને ખ્યાલ નહોતો રહેતો. બાર મહિના સુધી ઘણા ઉપચાર કરાવ્યા. પણ રોગ મટ્યા નહિ. છેવટે સાબરમતીથી વિહાર કરી પાલીતાણા ગયા. ત્યાં ગયા પછી સાધ્વીજીને ભાવ જાગ્યો કે આટલી દવા કરવાં છતાં કંઈ પણ સુધારો ન થયો, તો હવે દાદા કરાવે તો ચોવિહાર છઠ્ઠથી નવ્વાણું કરું ! મનોમન સંકલ્પ કરી વડીલોને કહ્યું કે હું તો ચોવિહાર છઠ્ઠ કરી સાત યાત્રા કરીશ જ. બધાએ ના પાડી કે તમે પગથી એક ડગલું પણ ચાલી શક્તા નથી, તો સાત યાત્રા કરવી એ કાંઈ છોકરાના ખેલ નથી. પણ એમને તો દાદા ઉપર પૂરી શ્રધ્ધા. દર્દવાળા પગે ધીરે ધીરે ચાલતા તળેટી સુધી પહોચ્યાં અને દાદાના ધ્યાનમાં એકાકાર થઈ ગયાં ! દાદાને આજીજી કરે છે, “હે દાદા! મારે સાત યાત્રા કરવી છે. પગેથી એક ડગલું પણ ચાલી શકું તેમ નથી, પરંતુ તે સાત યાત્રા કરાવ.” આવી પ્રાર્થના કર્યા જ કરે છે . અને તે જ વખતે એવો ચમત્કાર થયો કે સાધ્વીજી સડસડાટ ચડવા જ માંડ્યાં ! જોનારને તો લાગે કે સાધ્વીજી જાણે ઉડે છે! અને પછી તો પારણે - પારણે ચોવિહાર છઠ્ઠ કરવાપૂર્વક નવ્વાણું યાત્રા ચાલુ કરી ! અને પછી તો જાણે ચમત્કાર જ થયો. એક પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org