________________
૨૪
(૧૩) વાચકપદ પ્રાપ્ત (૧૭) રાજેન્દ્રપ્રધાનપૂજિત (૨૧) મસ્તકે મણિધારક (૧૪) વાદિજીપક (૧૮) મારી-ઉપદ્રવનાશક (૨૨) શાસનપ્રભાવક (૧૫) નૂતનચૈત્યકારક (૧૯) સુવિખ્યાત (૧૬) વચનાતિશયવાળા (૨૦) ક્રિયોદ્ધારક
....અંતર્મુખી અને સ્વરૂપલક્ષી જીવન વાચકવર શ્રી દેવચંદ્રજી વિદ્વાન પ્રભાવક, લેખક, અધ્યાપક અને વક્તા હોવાની સાથે સાથે અધ્યાત્મયોગી અંતર્મુખી અને આત્મજ્ઞાની પણ હતા, જેમ આરિસામાં વ્યક્તિનું પ્રતિબિંબ પડે છે તેમ લેખમાં લેખકનું, ગાયનમાં ગાયકનું, ચાલમાં ચાલકનું અને કૃતિમાં કૃતિકારનું વ્યક્તિત્વ અવશ્ય પ્રતિબિંબિત થાય છે. તેમની રચનાશૈલી ઉપરથી જ તેમનામાં પ્રકટિત ઉચ્ચ કોટિની આત્મદશાની પરિણતિ હતી તેની સહજપણે જ પ્રતીતિ થઈ જાય છે. કારણ કે પોતાના સહજ શુદ્ધ સ્વરૂપની સિદ્ધિ વિના નિજાનંદની મસ્તીનો આટલો બધો ઉછાળો કેમ સંભવે ?
પૌગલિક પદાર્થોના કામરસને છોડ્યા વિના અને આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવ રસના આનંદને માણ્યા વિના કોઈ પણ આત્માની વૃત્તિ અંતર્મુખી બનતી નથી, કારણ કે દેહાધ્યાસના સંસ્કાર અનાદિકાલીન છે તે દેહાધ્યાસના નાશપૂર્વક આત્મસ્વભાવમાં સ્થિર થવાની પ્રવૃત્તિ જીવ જ્યારે કરે છે ત્યારે જ સચ્ચિદાનંદમય આત્મિક સુખનું આસ્વાદન થાય છે. દેવચંદ્રજી આવી ઉત્તમ દશાના સ્વામી હતા તથા તેઓ બાલબ્રહ્મચારી હતા, વૈરાગી હતા. તેથી તેમની આત્મિક શુદ્ધ ઉપયોગની રમણતામાં ન્યૂનતા કે શૂન્યતા આવતી ન હતી. શ્રી દેવચંદ્રજી ઉપાધ્યાયે આગમોમાં રહેલા સારામાં સારા અને ગંભીરમાં પણ ગંભીર તત્વોને તથા દ્રવ્યાનુયોગ જેવા ગહન પદાર્થને પણ ચોવીસ તીર્થકર ભગવંતોનાં સ્તવનો બનાવવા રૂપે પદ્યગ્રંથોમાં સાદી અને સરળ ભાષામાં ગુંથી લીધાં છે.
વિષયો ગુંથ્યા છે એટલું જ નહીં, પરંતુ તેના ઉપર બાલાવબોધ લખીને વિદ્રોગ્ય સાહિત્યને બાલભોગ્ય પણ બનાવી દીધું છે. તેઓ જ્યારે પ્રભુભક્તિમાં લયલીન થઈને મસ્તમોજી બની જતા હતા, ત્યારે દેહાતીત થઈને બાહ્યભાવથી સર્વથા પરાક્ખ બની જતા હતા અને સ્વરૂપરમણતામાં ખોવાઈ જતા હતા, માટે જ તેમના ગ્રન્થો રૂપી સરોવરમાં ભક્તિરસની સાથે સાથે તત્ત્વરસની, અધ્યાત્મરસની, વૈરાગ્યરસની અને સમતારસની છોળો ઉછળે છે. મોજા ઉછળે છે. ઉત્તમરસથી સર્વે કૃતિઓ છલકાય છે.
જ્ઞાનમંજરીની રચના કરીને જ્ઞાનસારાષ્ટકને અતિશય સ્પષ્ટ ખોલી આપ્યું છે. ગૂઢાર્થક