Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 204
________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૭૧ ટીકા - “મિથ્યાત્વેતિ'—યોગી રત્નત્રયરૂપક્ષોપાથી, વીશ ? નિર્મચઃभयरहितः, आनन्दनन्दने-आनन्दः आत्मानन्दः, स एव नन्दनम्-आनन्दनन्दनम्, तस्मिन् आनन्दनन्दने, नन्दति-क्रीडां करोति, किंवत् ? शक्रवत्-इन्द्रवत् । कथम्भूतः योगी? मिथ्यात्वशैलपक्षच्छिद्ज्ञानदम्भोलिशोभितः-मिथ्यात्वं-विपर्यासरूपम्, तदेव शैल:पर्वतः, तस्य पक्षच्छेदनकृत् यद् ज्ञानं, तदेव दम्भोलिः, तेन शोभितः, इत्यनेन मिथ्यात्वभेदकज्ञानवज्रान्वितः सम्यग्दर्शनज्ञानचारित्रपरिणतः योगी आनन्दनन्दने नन्दति, शुद्धात्मानन्दे नन्दति ॥७॥ વિવેચન - સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર, આમ રત્નત્રયી સ્વરૂપ જે મુક્તિનો ઉપાય છે. તે ઉપાયવાળા એવા મુનિ, એટલે કે જે મુનિમહારાજનું જીવન મુક્તિના ઉપાયભૂત રત્નત્રયીની સાધનામાં લયલીન છે તેવા, વળી તે મુનિ કેવા છે? નિર્ભય-ભયથી રહિત, કારણ કે હિંસા, જૂઠ, ચોરી અને અબ્રહ્મ આદિ કોઈપણ પ્રકારના દોષોનું સેવન ન હોવાથી તેના સંબંધી ભય વિનાના તથા ધન-ધાન્યાદિ નવવિધ બાહ્યપરિગ્રહ ન હોવાથી મારું લુંટાઈ જશે, ચોરાઈ જશે, કોઈ લઈ જશે ઈત્યાદિ ભય વિનાના, સ્વગુણોની રમણતાની મઝા માણનારા હોવાથી આત્માના ગુણોનો આનંદ માણવા સ્વરૂપ નંદનવનમાં તન્મયતાથી ક્રિીડા કરે છે. સ્વગુણોનો આનંદ માણે છે. કોની જેમ આનંદ માણે છે? તો શક્રની જેમ એટલે કે ઈન્દ્રની જેમ આ યોગી સ્વગુણ રમણતાનો આનંદ માણે છે. આ યોગી કેવા છે? મિથ્યાત્વદશા રૂપી પર્વતની બે પાંખોને છેદી નાખનારા વજ નામના શસ્ત્રથી શોભતા એવા આ યોગી છે. લોકોક્તિ એવી છે કે પર્વતોને ભૂતકાળમાં પક્ષીની જેમ બે પાંખો હતી, તેનાથી તે પર્વતો ઉડાઉડ કરતા હતા.તેથી આમ જનતા ભય પામતી હતી. તે જનતાએ તપ-જપ કરીને ઈન્દ્રમહારાજાને પ્રસન્ન કર્યા. ઈન્દ્રમહારાજાએ આવીને આમ જનતાને પૂછ્યું કે મને કેમ યાદ કર્યો ? સારી જનતાએ ફરીયાદ કરી કે “આવા મોટા મોટા પર્વતો આકાશમાં ઉડાઉડ કરે અને તે જો નીચે પડે તો અમે મરી જઈએ. માટે તે ઉડાઉડ ન કરે તેમ કરો.” તે સાંભળીને ઈન્દ્ર મહારાજાએ પોતાના હાથમાં રહેલા વજ નામના શસ્ત્ર વડે પર્વતોની બને પાંખો છેદી નાખી. ત્યારથી પર્વતો ભૂમિ ઉપર એવા ચોંટી ગયા છે કે ઉડાઉડ તો કરતા નથી, પણ ઉખડતા પણ નથી. આવી એક લોકોક્તિ છે. તેને ધ્યાનમાં રાખીને કવિએ આ કલ્પના કરી છે. આ જીવમાં “મિથ્યાત્વદશા” એ મોટો પર્વત છે. તેનાથી થનારા “રાગ અને દ્વેષ” એ તેની બે પાંખો છે. મુનિ મહારાજા પાસે અધ્યાત્મશાસ્ત્રોનું સંવેગ-નિર્વેદ અને વૈરાગ્યજનક

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233