Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 205
________________ ૧૭૨ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર જે જ્ઞાન છે તે વજ નામનું શસ્ત્ર છે. તેથી જેમ ઈન્દ્રમહારાજાએ વજશસ્ત્રથી પર્વતની પાંખો છેદી નાખી જેથી આમ જનતા નિર્ભય બની ગઈ. તેમ આ યોગમહારાજા વૈરાગ્યવાસિત અધ્યાત્મદશાના જ્ઞાન વડે મિથ્યાત્વદશાની રાગ-દ્વેષાત્મક બને પાંખોને છેદી નાખે છે. તેથી પતનના સઘળા ભયો ટળી જાય છે. આવા પ્રકારના આ યોગી છે. આ રીતે મિથ્યાત્વનો નાશ કરનારા એવા સમ્યજ્ઞાનરૂપી વજશસ્ત્રથી યુક્ત અને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર આમ રત્નત્રયીના ભાવમાં પરિણામ પામેલા આ યોગી શુદ્ધ એવા આત્માના ગુણોની રમણતાના આનંદરૂપી નંદનવનમાં મઝા કરે છે, લહેર કરે છે, આત્મિક આનંદ भाो छ. ॥७॥ पीयूषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्मनीषिणः ॥८॥ ગાથાર્થ - આત્મદશાના જ્ઞાનને મહર્ષિ પુરુષો આવું કહે છે - સમુદ્ર વિના ઉત્પન થયેલું અમૃત છે. ઔષધ વિનાનું રસાયણ છે અને પરપદાર્થોની અપેક્ષા વિનાનું ઐશ્વર્ય छ. ॥८॥ st :- "पीयूषं इति"-असमुद्रोत्थं पीयूषममृतम्, अनौषधम्-औषधरहितं रसायनं जरामरणनिवारकम्, अनन्यापेक्षम्-अन्यत्-परवस्तु, तस्य अपेक्षया रहितम्, ऐश्वर्यम्-आश्चर्यमिति पाठे-आश्चर्य-चमत्कारकारि ज्ञानम्, स्वपरावभासनलक्षणमाहुः मनीषिणः पण्डिताः । इत्यनेन वस्तुतः मरणवारकं सर्वरोगमुक्तिहेतु रसायनं ज्ञानं, वस्तुतः अवलोकनचमत्कारकारि ज्ञानम्, इत्येवमात्मज्ञानं परममुपादेयं ज्ञानं यथार्थावबोधपरभावत्यागलक्षणं स्मृतम् । इत्यनेन अनादिपरभावपरिणतस्य मिथ्यात्वाज्ञानासंयममोहितस्य परभावोत्पन्नात्मरोधकपरिणतिं तत्त्वत्वेनाङ्गीकुर्वन् परभावमोहितः भ्रमति सूक्ष्मनिगोदादिचतुर्दशसु जीवस्थानेषु । स च तत्त्वज्ञानामृतपरिणतः आत्मा मिथ्यात्वादिदोषान् विहाय सम्यग्दर्शनज्ञानचारित्रकोटिमारूढः स्वरूपावभासनानन्दी सर्वदोषरहितो भवति, अत एवामृतं रसायनं ज्ञानम्, तदर्थमेवोद्यमः कार्यः ॥८॥ વિવેચન :- આત્મતત્ત્વનું જ્ઞાન કેટલું વિશિષ્ટ છે ? તે વિષય આ ગાથામાં ત્રણ ઉપમાઓથી સમજાવાયો છે. એવા પ્રકારની લોકોક્તિ છે કે દેવો અને દાનવોએ સાથે મળીને

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233