Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 213
________________ જ્ઞાનસાર ૧૮૦ શમાષ્ટક - ૬ विकल्पविषयोत्तीर्णः, स्वभावालम्बनः सदा । ज्ञानस्य परिपाको यः, स शमः परिकीर्तितः ॥१॥ ગાથાર્થ - મોહના વિકલ્પોના વિષયોથી રહિત અને હંમેશાં સ્વભાવદશાના જ આલંબનવાળો એવો જે જ્ઞાનનો પરિપાક અર્થાત્ જ્ઞાનનું સાફલ્યપણું તેને “શમભાવ” કહેવાય છે. ૧il. ટીકા :- “ વિત્યેતિ' વિવેક:-વિક્રમ:, તસ્ય વિષય:-વિસ્તાર:, તેન (ततः) उत्तीर्णः-निवृत्तः आत्मास्वादनतः वर्णादिषु निवृत्तविषयः । स्वभाव:अनन्तगुणपर्याय-सम्यग्ज्ञानदर्शनचारित्रस्वरूपः, तस्यालम्बनः-स्वभावालम्बनः इत्यनेन आत्मस्वभावदर्शी आत्मस्वभावज्ञानी, आत्मस्वभावरमणी( णः) आत्मस्वभावविश्रामी, आत्मस्वभावास्वादी, शुद्धतत्त्वपरिणतः, ज्ञानस्य-आत्मोपयोगलक्षणस्य परिपाक:प्रौढावसरः, स शमः शमभावलक्षणः परिकीर्तितः । વિવેચન - વિકલ્પ એટલે ચિત્તનો વિશેષ ભ્રમ. એટલે કે આત્માને જે ઉપકારી છે તેને અપકારી માનવું અને આત્માને જે અપકારી છે (પાંચ ઈન્દ્રિયોનાં વિષયસુખો), તેને ઉપકારી-આનંદકારી માનવાં તે ચિત્રવિભ્રમ કહેવાય છે. તેનો જે વિષય અર્થાત્ તેનો જે વિસ્તાર એટલે કે જે વિષય ચિત્તને ડમડોલતું કરે, ચિત્તને ભ્રમિત કરે, ચિત્તને મોહબ્ધ કરે એવા જે પાંચ ઈન્દ્રિયોના વિષયો (સાંસારિક સુખો), તેનાથી ઉત્તીર્ણ થયેલો, એટલે નિવૃત્તિ પામેલો અર્થાત્ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખોથી રહિત બનેલો એવો જે જ્ઞાનનો પરિપાક છે તેને શમ કહેવાય છે. જ્યારે આ જીવ આધ્યાત્મિક જ્ઞાનમાં રસિક બને છે. આત્મદશાની શુદ્ધિનું ભાન થાય છે ત્યારે આત્માના ગુણોના આસ્વાદનને કારણે વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ એવા પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયસુખોમાંથી આ જીવની રસવૃત્તિ વિરામ પામી જાય છે. વિષયોથી વિરામ પામેલો આ જીવ સ્વભાવદશાના આલંબનવાળો બને છે. આત્માના અનંતગુણો તેના અનન્ત પર્યાયો તથા સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર આત્મક જે આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેના જ આલંબનવાળો બનેલો એટલે કે નિરંતર સ્વભાવદશાનો જ અભ્યાસી બનેલો એવો આ જીવ જ્યારે થાય છે ત્યારે જ્ઞાનની જે સફળતા પ્રાપ્ત થાય છે કે ક્રોધાદિ વિકારો એ મારું સ્વરૂપ નથી, મારે તે ન જ કરાય. એમ સમજીને જે શમભાવમાં જીવ વર્તે છે તેને જ શમભાવ કહેવાય છે. ઉપર સમજાવ્યું તે પ્રમાણે જ્યારે આ આત્મા વિષયરસથી નિવૃત્ત બને છે અને સ્વભાવદશાનો જ રસિક બને છે ત્યારે આત્માના શુદ્ધ સ્વભાવને જ જોનારો, આત્માના શુદ્ધ

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233