Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 224
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ૧૯૧ ન કરતો (દયા કરતો) જીવ સ્વ-પર પ્રાણોને પીડા કરે તો પણ તે અહિંસક કહેવાય છે. જેમ વૈદ્ય રોગીના રોગનો નાશ કરવા પીડા કરે, બેહોશ કરે તો પણ તે અહિંસક કહેવાય છે. વિશેષાવશ્યકભાષ્યની ગાથા આ પ્રમાણે છે - "न य घायउत्ति हिंसो, नाघायंतो निच्छियमहिंसो । न विरलजीवमहिंसो, न य जीवघणं तो हिंसो ॥१७६३॥ अहणतो वि हु हिंसो, दुट्ठत्तणओ मओ अहिमरोव्व । बाहिंतो न वि हिंसो, सुद्धत्तणओ जहा विज्जो ॥१७६४॥ આ બન્ને ગાથામાં આ જ ભાવ લખ્યો છે કે આ ચૌદ રાજલોક જીવોથી ભરેલો છે. તેમાં હાલતા-ચાલતો જીવ બીજા જીવોને હણે જ છે અને આવી હિંસા કરતો જીવ “સાધુ” કેમ કહેવાય? અર્થાત્ સાધુ પણ હિંસાથી મુક્ત કેવી રીતે રહી શકે? લોક જીવોથી ભરેલો છે. તેથી તેમાં હિંસા થઈ જ જાય છે. તેનો ઉત્તર આ બન્ને ગાથામાં છે કે - ઘાતક” હોય એટલા માત્રથી જીવ હિંસક ગણાતો નથી અને “અઘાતક” હોય એટલા માત્રથી તે જીવ અહિંસક ગણાતો નથી તથા જીવો વિરલ હોય. જે ભૂમિ ઉપર જીવો ઓછા હોય તેથી અહિંસક કહેવાય અને જીવોનો ઘન હોય તેથી હિંસક કહેવાય એમ પણ નથી. પરંતુ ઘાતકી-શિકારી-મચ્છીમાર વગેરે લોકો જેમ દુષ્ટ પરિણામવાળા છે. તેની જેમ જે જીવો દુષ્ટ પરિણામવાળા છે તે દુષ્ટ પરિણામવાળા હોવાથી જીવઘાત ન કરતા હોય તો પણ હિંસક છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિવાળા મુનિ જીવોને કદાચ પીડા કરે તો પણ શુદ્ધ પરિણામવાળા હોવાથી વૈદ્યની જેમ તે અહિંસક ગણાય છે.” अतो द्रव्यदया तु कारणरूपा, भावदया तु दयाधर्मः । एवंविधाया दयानद्याः शमपूरे सकलकषायपरिणतिशान्तिः शमः, रागद्वेषाभावः वचनधर्मरूपः शमः, तस्य पूरः तस्मिन् प्रसर्पति वृद्धिमेति सति विकाराः कामक्रोधादयः अशुद्धात्मपरिणामाः त एव तीरवृक्षाः, तेषां मूलादुन्मूलनं भवेत्-उच्छेदनं भवेत् = अभावः । इत्यनेन ध्यानेन योगतः दयानदीपूरः प्रवर्धयति, वर्धमानपूरश्च विकारवृक्षाणामुच्छेदनं करोत्येव । अयं हि आत्मा विषयकषायविकारविप्लुतः स्वगुणावारककर्मोदयतः परिभ्रमति। स एव स्वरूपोपादानतः तत्त्वैकत्वतया प्रवर्धमानशमपूरः विकारान् मूलादुन्मूलयति ॥४॥ આ પ્રમાણે દ્રવ્યદયા એ ભાવદયાનું કારણ છે. વાસ્તવિક તો પોતાના અને પરના પ્રાણોને ન હણવાનો જે આત્મપરિણામ છે તે ભાવદયા એ કાર્યરૂપ છે તે ભાવદયા અર્થાત્

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233