Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 226
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક-૬ ૧૯૩ निरावरणगुणं केवलज्ञानादिगुणं नाप्नोति न प्राप्नोति, यं गुणं शमान्वितःसमताचारित्रमयः आप्नोति प्राप्नोति लभते इत्यर्थः = વિવેચન યથાર્થ તત્ત્વનો જે અવબોધ તે જ્ઞાન, આત્માના પરિણામની કોઈ એક વિષયમાં જે સ્થિરતા તે ધ્યાન, પાંચ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાનો નિરોધ તે તપ, બ્રહ્મચર્યપાલન તે શીલ અને વીતરાગ પરમાત્મા દ્વારા કથિત તત્ત્વો ઉપરની જે શ્રદ્ધા તે સમ્યક્ત્વ. આ પાંચે ગુણોની પ્રાપ્તિમાં પ્રથમ સમ્યક્ત્વગુણ પ્રાપ્ત થાય, ત્યારબાદ જ્ઞાનગુણ (સમ્યજ્ઞાન) પ્રાપ્ત થાય, ત્યારબાદ સમ્યક્તપ અને શીયળ ગુણ પ્રાપ્ત થાય અને અંતે ધર્મધ્યાન-શુક્લધ્યાન પ્રાપ્ત થાય. આમ ગુણોની પ્રાપ્તિનો આવો ક્રમ છે છતાં મૂલશ્લોકમાં પ્રથમ જ્ઞાનાદિ ચાર લખીને સમ્યક્ત્વને અંતે જે લખ્યું છે તેમ કરતાં ઉત્ક્રમ ઉલટો ક્રમ મૂલશ્લોકમાં કરેલો જે દેખાય છે તે દ્વન્દ્વસમાસથી થયો છે આમ જાણવું. કારણ કે દ્વન્દ્વસમાસમાં અલ્પસ્વરવાળા શબ્દો પહેલા આવે અને બહુસ્વરવાળા શબ્દો પાછળ આવે. માટે આવો ઉત્ક્રમ જે કર્યો છે તે દ્વન્દ્વસમાસના કારણે સમજવો. = ઉપરોક્ત ગુણો આત્માના સ્વરૂપના સાધકગુણો છે. શ્રેષ્ઠ ગુણો છે છતાં તેનાથી “શમભાવ” નામનો ગુણ ઘણો જ વિશિષ્ટ ચડીયાતો ગુણ છે તે સમજાવવા કહે છે કે (ક્ષાયોપશમિક ભાવના) જ્ઞાનાદિ ગુણોથી યુક્ત એવા તે મુનિ રત્નત્રયીની સાધના દ્વારા જ્યારે મોક્ષપદને સાધતા હોય છે ત્યારે નિરાવરણ (આવરણ વિનાના-ક્ષાયિક ભાવવાળા) તે કેવલજ્ઞાનાદિ ગુણોને પામી શકતા નથી કે જે કેવલજ્ઞાનાદિ ગુણને સમતાભાવથી યુક્ત એવા મુનિ પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનાદિ ગુણો પણ જીવના શુદ્ધ તત્ત્વના પ્રાપક છે અને શમભાવ પણ જીવના શુદ્ધતત્ત્વનો પ્રાપક છે. છતાં શમભાવ તે કેવલજ્ઞાનાદિ ક્ષાયિકભાવની પ્રાપ્તિનું અસાધારણ-અનંતરકારણ છે અને ક્ષાયોપમિકભાવના જ્ઞાનાદિ ચારે ગુણો-સાધારણ કારણ-પરંપરાકારણ છે. માટે શમભાવ નામનો ગુણ વિશિષ્ટ ગુણ છે. अत्र ज्ञानादयो गुणा निरावरणामलकेवलज्ञानस्य परम्पराकारणं, शम:कषायाभावः यथाख्यातसंयमः केवलज्ञानस्यासन्नकारणम्, अश्वकरण-समीकरण किट्टीकरणवीर्येण सूक्ष्मलोभं खण्डशः खण्डशः कृत्वा क्षयं नीते सति निर्विकल्पसमाधौ अभेदरत्नत्रयीपरिणतः क्षीणमोहावस्थायां यथाख्यातचारित्री परमशमान्वितः ज्ञानावरणदर्शनावरणान्तरायक्षयं नयति, लभते च सकलामलं केवलज्ञानं केवलदर्शनं परमदानादिलब्धी: अत एव क्षायोपशमिकज्ञानी यं न प्राप्नोति, तं परमशमान्वितः प्राप्नोति । अत एव धीराः दर्शनज्ञाननिपुणाः अभ्यस्यन्ति

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233