Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 231
________________ ૧૯૮ શમાષ્ટક - ૬ शमसूक्तसुधासिक्तं, येषां नक्तं दिनं मनः । कदापि ते न दह्यन्ते, रागोरगविषोर्मिभिः ॥७॥ જ્ઞાનસાર ગાથાર્થ :- જે મહાત્માઓનું મન રાત-દિવસ શમભાવના સુભાષિતો રૂપી અમૃતથી સિંચાયેલું છે. તે મહાત્માઓ રાગરૂપી સર્પના વિષની ઊર્મિઓ વડે ક્યારેય દઝાડાતા નથી. IIII ટીકા :- “શમસૂક્ત કૃતિ-વેષાં મહાત્મનાં મન: ચિત્ત શમ: ઋષાયાભાવ: चारित्रपरिणामः तस्य सूक्तानि सुभाषितानि तदेव सुधा - अमृतम्, तेन सिक्तमभिषिञ्चितं मनः नक्तंदिनं - अहोरात्रम्, ते रागोरगविषोर्मिभिः राग:अभिष्वङ्गलक्षणः स एव उरग:- सर्पः तस्य विषस्य ऊर्मयः, ताभिः ते शमतासिकता न दह्यन्ते । जगज्जीवा रागाहिदष्टाः, विषयघूर्मिघूर्मिता: (विषोर्मिघूर्मिताः ) भ्रमन्ति, इष्टसंयोगानिष्टवियोगचिन्तया विकल्पयन्ति बहुविधान् अग्रशोचादिकल्पनाकल्लोलान्, संगृह्णन्ति अनेकान् जगदुच्छिष्टान् पुद्गलस्कन्धान्, याचयन्ति अनेकान् धनोपार्जनोपायान्, प्रविशन्ति कूपेषु, विशन्ति यानपात्रेषु, द्रव्याद्यहितं हितवद् मन्यमानाः जगदुपकारितीर्थङ्करवाक्यश्रवणप्राप्तशमताधनाः स्वरूपानन्दभोगिनः स्वभावभासन-स्वभावरमण-स्वभावानुभवेन सदा असङ्गमग्ना विचरन्ति आत्मगुणानन्दवने, अतः सर्वपरभावैकत्वं विहाय रागद्वेषविभावमपहाय शमभावित्वेन ભવનીયમ્।ા વિવેચન :- શમતાભાવના એટલે કે કષાયોના અભાવવાળાં અર્થાત્ ચારિત્રના પરિણામવાળાં જે જે સુભાષિતો છે, સુવાક્યો છે. આત્માને અસર કરે તેવાં ઉત્તમ પ્રધાન વાક્યો છે તે સુભાષિતો રૂપી અમૃત વડે જે મહાત્મા પુરુષોનું મન રાત-દિવસ સિંચાયેલું છે. સમતાનાં સુવાક્યોથી જે મહાત્માઓનું મન સંસ્કારિત બન્યું છે, શાન્ત બન્યું છે, ઠર્યું છે, ગંભીર બન્યું છે, યશ-અપયશને પચાવનારું બન્યું છે, નિન્દા-પ્રશંસાને ન ગણકારતું બન્યું છે તે જ મહાત્મા પુરુષો રાગ (અને દ્વેષ) રૂપી સર્પના વિષની ઉર્મિઓ વડે ક્યારેય દઝાડાતા નથી. (બળાતા નથી). રાગ એટલે પરપદાર્થમાં આસક્તિ થવી તે. દ્વેષ એટલે પરપદાર્થ પ્રત્યે અણગમોનાખુશીભાવ થવો તે. આ બન્ને આ જીવને સાચા માર્ગથી ભ્રષ્ટ કરનારા છે. સાચા માર્ગથી મૃત્યુ પમાડનારા છે. માટે સર્પતુલ્ય છે. એવા રાગ-દ્વેષરૂપી સર્પનું જે વિષ છે તેની ઉર્મિઓ વડે શમતાથી સિંચાયેલા મુનિઓ દઝાડાતા નથી. અર્થાત્ બળાતા નથી. શમતાભાવમાં આવેલા મુનિઓને રાગ-દ્વેષના વિષની ઉર્મિની કંઈ પણ અસર થતી નથી.

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233