Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 225
________________ ૧૯૨ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર ન હણવાનો અર્થાત્ રક્ષાનો-પરોપકારનો જે આત્મપરિણામ તે જ ભાવદયા છે અને તે દયાધર્મ (અહિંસાધર્મ-હિંસાવિરમણ ધર્મ) છે. ધ્યાનરૂપી વૃષ્ટિથી દયારૂપી નદીમાં “શમભાવ” રૂપી પૂરની વૃદ્ધિ થાય છે. ત્યાં શમભાવ એટલે શું? સર્વે પણ કાષાયિક જે પરિણામો છે તેની શાન્તિ થવી. અર્થાત્ કાષાયિક અધ્યવસાય સ્થાનોનો જે અભાવ તે શમભાવ જાણવો, અથવા રાગ-દ્વેષનો જે અભાવ તે શમભાવ જાણવો, અથવા પરમાત્માના વચનોનું પાલન કરવા સ્વરૂપ જે ધર્મ તે સમભાવ જાણવો. તે સમભાવ રૂપી પૂર ચારે તરફ ફેલાતે છતે એટલે કે તેની ઘણી જ ઘણી વૃદ્ધિ થયે છતે કામ-ક્રોધ-વાસના-માયા-અહંકાર આદિ રૂપ અશુદ્ધ એવા જે આત્મપરિણામો રૂપી વિકારો છે. તે વિકારો એ જ જાણે નદીના કાંઠાનાં વૃક્ષો છે. તે વિકારો રૂપી વૃક્ષોનું મૂલથી જ ઉન્મેલન થાય છે. સર્વથા વિકારોનો અભાવ જ થાય છે. નદીના પૂરથી જેમ કાંઠાના વૃક્ષોનો નાશ થાય છે તેમ સમભાવથી વિકારોનો નાશ થાય છે. આ રીતે ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા શુભયોગથી દયા રૂપી નદીનું પૂર વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામતું એવું તે પૂર વિકારો રૂપી વૃક્ષોનું ઉમૂલન કરે છે જ. પાંચ ઈન્દ્રિયોના વિષયો, ક્રોધાદિ ચાર કષાયો અને કામવાસના આદિ વિકારો વડે વિકારી બનેલો (અશુદ્ધ બનેલો) આ આત્મા પોતાના ગુણોના આવરણ કરનારા એવા કર્મોના ઉદયથી અનંત એવા આ સંસારમાં પરિભ્રમણ કરે છે. પરંતુ જ્યારે તે જ આત્મા પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને સમજે છે અને તેનું જ લક્ષ્ય થઈ જાય છે ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપના ઉપાદાનથી શુદ્ધતત્ત્વની સાથે એકતા થવાથી વૃદ્ધિ પામતું શમતારૂપી પૂર છે જેમાં એવો તે જ આત્મા વિકારોને મૂલથી ઉખેડી નાખે છે. વિકારોનો મૂલથી જ નાશ કરે છે. જો ज्ञानध्यानतपःशील-सम्यक्त्वसहितोऽप्यहो । तं नाप्नोति गुणं साधुर्यमाप्नोति शमान्वितः ॥५॥ ગાથાર્થ - જ્ઞાન, ધ્યાન, તપ, શીયળ અને સમ્યકત્વ ગુણોથી યુક્ત એવા પણ મુનિ તે અવસ્થાને પામી શકતા નથી કે જે અવસ્થાને સમતાગુણથી યુક્ત એવા મુનિ પામી શકે છે. પા ટીકા - “જ્ઞાનધ્યાતિ"-જ્ઞાનં તત્ત્વવિવો:, ધ્યાને રિપસ્થિરતરૂપમ્, तपः इच्छानिरोधः, शीलं ब्रह्मचर्यम्, सम्यक्त्वं तत्त्वश्रद्धानम्, पदानामुत्क्रमता द्वन्द्वसमासात् । इत्यादिगुणोपेतः साधुः साधयति रत्नत्रयकरणेन मोक्षं स साधुस्तं

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233