Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 223
________________ ૧૯0 શમાષ્ટક - ૬ જ્ઞાનસાર જૈનશાસ્ત્રો વાંચતાં, ભણતાં અને ભણાવતાં તેમાં કહેલા વિષયોનું વર્ણન જાણવાથી અને પૂર્વાપર અવિરુદ્ધ ભાવો અત્યન્ત સંગત લાગવાથી યુક્તિયુક્ત દેખાવાથી આવી વાણી બીજે ક્યાંય સંભવિત ન હોવાથી તથા આત્માના અતિશય કલ્યાણને કરનારી હોવાથી આવા સ્વરૂપવાળી વાણીમાં ચિત્તને આશ્ચર્ય ઉપજે-એવી ચિત્તની જે વિશ્રાન્તિ અર્થાત્ સ્થિરતા તેને આજ્ઞા વિચયધર્મધ્યાન કહેવાય છે. આ જ પ્રમાણે અપાયાદિમાં પણ શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક તેવા પ્રકારના અનુભવની સાથે ચિત્તની વિશ્રાન્તિ તે અપાયરિચય વગેરે ધર્મધ્યાન કહેવાય છે. સંસારના તમામ પ્રસંગો અંતે દુઃખરૂપ જ છે આવા વિચારોમાં તથા કર્મોના ફળો ઘણાં માઠાં છે. આવા વિચારોમાં અને ચૌદરાજ લોકમય લોકાકાશ અને તેમાં રહેલા પદાર્થોના વિચારોમાં ચિત્તની શ્રદ્ધા અને સમ્યજ્ઞાનપૂર્વક અતિશય જે સ્થિરતા = એકાગ્રતા તે અનુક્રમે અપાયરિચય-વિપાકવિચય અને સંસ્થાનવિય ધર્મધ્યાન કહેવાય છે. આ જ પ્રમાણે શુક્લધ્યાનમાં પણ દ્રવ્ય-ગુણ અને પર્યાયોની પૃથકત્વપણે અને એકત્વપણે ચિંતવના કરવામાં ચિત્તની અત્યન્ત જે સ્થિરતા તે શુક્લધ્યાન કહેવાય છે. તે શુક્લધ્યાનના પ્રથમના બે પાયા જાણવા. આ પ્રમાણે તત્ત્વચિંતનમાં મનની અત્યન્ત જે સ્થિરતા છે તે ધ્યાન કહેવાય છે. આવા પ્રકારની ધ્યાનરૂપી વૃષ્ટિ થવાથી અર્થાત્ મેઘ વરસવાથી આ જીવમાં દયારૂપી નદીનું શમભાવ રૂપી પૂર વૃદ્ધિ પામે છે. તેનાથી વિકારોરૂપી વૃક્ષોનું ઉન્મેલન થાય છે. જેમ વૃષ્ટિ થવાથી નદીમાં પૂર આવે છે અને તે પૂરથી કિનારાના વૃક્ષોનું મૂલથી ઉમૂલન થાય છે તેમ આ જીવમાં ધ્યાનથી દયા (કોમલતાનો પરિણામો આવવા દ્વારા શમભાવ વધે છે. તેનાથી વિકારોનો નાશ થાય છે. પોતાના અને પરના ભાવપ્રાણોની હિંસા ન કરવી તે ભાવદયા કહેવાય છે. તથા પોતાના અને પરના દ્રવ્યપ્રાણોની રક્ષા કરવાનો નિશ્ચયપૂર્વક જે વિષય (જે પરિણામ) તે દ્રવ્યદયા કહેવાય છે. ત્યાં દ્રવ્યદયા તે ભાવદયાની વૃદ્ધિનો અને ભાવદયાની રક્ષાનો હેતુ હોવાથી દ્રવ્યદયાને પણ “દયા” તરીકે આરોપિત કરાય છે. શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં ગણધરવાદના અધિકારમાં ગાથા ૧૭૬૩-૬૪ માં કહ્યું છે કે ભાવહિંસા કે ભાવાહિંસા (ભાવદયા) એ પરિણામાત્મક છે અને દ્રવ્યહિંસા કે દ્રવ્યાહિંસા (દ્રવ્યદયા) એ ઘાત-અઘાત ક્રિયારૂપ છે. વ્યવહારનયથી જે સ્વ-પર-પ્રાણોનો ઘાત કરે તે હિંસક અને ઘાત ન કરે તે અહિંસક (દયાવાન) કહેવાય છે. પરંતુ નિશ્ચયનયથી પરિણામથી હિંસા કરતો જીવ સ્વપરપ્રાણોનો ઘાત ન કરે તો પણ તે હિંસક કહેવાય છે. જેમ શિકારી બાણ મારે અને કદાચ હરણ ખસી જાય અને ન મરે તો પણ હિંસક કહેવાય છે. તેવી જ રીતે પરિણામથી હિંસા

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233