Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 228
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ स्वयम्भूरमणस्पर्धि-वर्धिष्णुसमतारसः । मुनिर्येनोपमीयेत, कोऽपि नासौ चराचरे ॥६॥ ૧૯૫ ગાથાર્થ :- સ્વયંભૂરમણ સમુદ્રની સાથે સ્પર્ધા કરતો અને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતો એવો સમતાનો રસ છે જેમાં એવા મુનિમહારાજા જેની સાથે ઉપમાવી શકાય (સરખાવી શકાય). એવી કોઈપણ વસ્તુ ચરાચર એવા આ જગતમાં નથી. ॥૬॥ - ટીકા :- ‘“સ્વયમ્મૂ’” કૃતિ-સ્વયમ્પૂરમળ: અદ્ધરત્નુંપ્રમાળ: પ્રાન્તસમુદ્ર:, તસ્ય સ્પર્શી સ્પાારી, ધિમ્મુ:-વર્ધમાન:, સમતારસ:-ક્ષમતા રાયદ્વેષામાવ:, તસ્યા: रसः समतारसः, एवंविधो मुनिः त्रिकालाविषयी अतीतकालरमणीयविषयस्मरणाभावः वर्तमानेन्द्रियगोचरप्राप्तविषयरमणाभावः अनागतकालमनोज्ञविषयेच्छाऽभाववान् मुनिः येन उपमानेन उपमीयते, चराचरे-विश्वे असौ कोऽपि न जगति, यत् तत्सर्वमचेतनपुद्गलस्कन्धजं मूर्तञ्च तत्समतारसेन सहजात्यन्तिकनिरुपमचरितशमभावस्वरूपेण कथमुपमीयते ? दुर्लभो हि समतारसः, विश्वे = शुभाशुभभावे परत्वेन अरक्तद्विष्टता वृत्तिः शुद्धात्मानुभवः । उक्तञ्च વિવેચન :- અનંત ઉપકારી શ્રી તીર્થંકર ભગવંતોએ કેવલજ્ઞાન દ્વારા જોઈને જણાવેલી જૈનદર્શનની ભૂગોળ પ્રમાણે ૧૪ રાજનો આ લોકાકાશ છે. તેમાં અધોલોકમાં ૭ નારકી છે. ઊર્ધ્વલોકમાં ૧૨ દેવલોક, ૯ ત્રૈવેયક અને ૫ અનુત્તરદેવ આદિ છે. મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. આ લોકાકાશ મધ્યમાં ૧ રાજ (અસંખ્યાતા યોજન) લાંબો-પહોળો, થાળી જેવો ગોળ છે. તેમાં સૌથી મધ્યમાં ૧ લાખ યોજન લાંબો-પહોળો, થાળી જેવો ગોળ જંબુદ્રીપ છે. તેનાથી દ્વિગુણ (ડબલ) વિસ્તારવાળો એટલે બે લાખ યોજન લાંબો-પહોળો લવણસમુદ્ર બંગડી જેવો ગોળ છે કે જે જંબુદ્રીપની ચારે તરફ વીંટળાયેલો છે. ત્યારબાદ ડબલ-ડબલ વિસ્તારવાળા દ્વીપો અને સમુદ્રો અસંખ્યાતા છે. છેલ્લો ‘સ્વયંભૂરમણ” સમુદ્ર છે જે સાધિક અર્ધરાજ પ્રમાણ (અસંખ્યાતા યોજન લાંબો-પહોળો) આ સમુદ્ર છે અને આ સ્વયંભૂરમણ સમુદ્ર એ અન્તિમ સમુદ્ર છે. જેની પછી અલોકાકાશ શરૂ થાય છે. સૌથી વધારેમાં વધારે પાણી આ સમુદ્રમાં છે. શમભાવને પામેલા મુનિમાં “શમભાવદશા રૂપ પાણી’' પણ આવું જ અમાપ હોય છે. આ બન્નેની સ્પર્ધા (હરીફાઈ) ચાલે છે. સમુદ્ર કહે છે કે મારામાં જલ ઘણું છે જ્યારે આવા મુનિમાં શમભાવરૂપી જલ લોકોને ઘણું દેખાય છે. એટલું જ નહીં પણ સમુદ્રમાં પાણી જે છે અને જેટલું છે તે જ રહે છે અને તેટલું જ રહે છે. જ્યારે મુનિમહાત્મા તો જેમ જેમ ગુણસ્થાનકોમાં ચઢે છે તેમ તેમ શમભાવ રૂપી જલ ક્ષયોપશમભાવમાંથી ક્ષાયિકભાવ થવાથી વૃદ્ધિ પામે છે. તેથી સ્વયંભૂરમણ

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233