Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 219
________________ ૧૮૬ શમાષ્ટક - ૬ જ્ઞાનસાર એટલે કે હું અને જગદ્વર્તી સર્વે પણ જીવો સમાન છીએ. કોઈપણ જીવ સામાન્ય ધર્મોની અપેક્ષાએ હીન પણ નથી અને અધિક પણ નથી, આવું જે દેખે છે તેને કોઈપણ જીવ ઉપર રાગ અને દ્વેષ થતા નથી. (પ્રીતિ કે અપ્રીતિ થતી નથી). કારણ કે અધિક હોય તો પ્રીતિ થાય હીન હોય તો અપ્રીતિ થાય પરંતુ એવું નથી તેથી પ્રીતિ-અપ્રીતિ થતી નથી. આ પ્રમાણે સર્વ જીવો ઉપર અરક્તદ્ધિષ્ટભાવે વર્તતો આ જીવ યોગી કહેવાય છે અને તે સર્વ કર્મોના ક્ષયવાળી મુક્ત અવસ્થાને પામે છે. આવા જીવો મુક્તિગામી થવાના સ્વભાવવાળા હોય છે. જે આત્મા સર્વ જીવોમાં “જીવપણું” તુલ્ય છે આવી મનોવૃત્તિ રાખીને કોઈ પણ ઉપર રાગ અને દ્વેષના પરિણામ કરતો નથી, રાગ અને દ્વેષવાળા પરિણામ ત્યજીને આત્માના મૂળભૂત સમાન સ્વભાવતાને જ જે દેખે છે, અનુસરે છે તે યોગી મહાત્મા મોહનો વિજય કરીને મોક્ષમાં જાય છે. રા/ आरुरुक्षुर्मुनिर्योगं, श्रयेद् बाह्यक्रियामपि । योगारूढः शमादेव, शुध्यत्यन्तर्गतक्रियः ॥३॥ ગાથાર્થ :- યોગદશામાં આરોહણ કરવાની ઈચ્છાવાળા મુનિ બાહ્ય (કાયિકાદિ) ધર્મક્રિયા પણ કરે, પરંતુ યોગદશા ઉપર આરૂઢ થયેલા મુનિ અંતર્ગત ક્રિયાવાળા થયા છતા (બાહ્યક્રિયા વિનાના હોવા છતાં પણ) શમભાવદશાથી જ શુદ્ધ-બુદ્ધ થાય છે. ll ટીકા - “મારુતિ ” યોજ-સમધિયો પ્રતિ સતનજ્ઞાનવારિત્રરૂપ मोक्षोपायलक्षणं योगमारुरुक्षुः-आरोहणेच्छुः मुनिः-भावसाधकः, प्रीतिभक्तिवचनरूपशुभसङ्कल्पेन अशुभसङ्कल्पान् वारयन् आराधकः भवति । सिद्धयोगी तु रागद्वेषाभावेन उपशमीकृतार्थः, बाह्यां क्रियां-बाह्याचारप्रतिपत्तिं श्रयेदपिअङ्गीकुर्वन्नपि, शमादेव शुद्ध्यति, शमात्-क्रोधाभावात् शुद्धयति-निर्मलीभवति । ___ कथम्भूतो मुनिः ? योगारूढः-योगे सम्यग्दर्शनज्ञानचारित्रे आत्मीयसाधनरत्नत्रयीलक्षणे आरूढः । पुनः कथम्भूतो मुनिः ? अन्तर्गतक्रियः-अन्तर्गता वीर्यगुणप्रवृत्तिरूपा क्रिया यस्य सः अन्तर्गतक्रियः एवमभ्यन्तरक्रियावान् रत्नत्रयपरिणतः शमात् क्षमामार्दवार्जवमुक्तिपरिणतिपरिणतः निर्मलो भवति ॥३॥ | વિવેચન :- મોક્ષમાર્ગના આરાધક જીવો બે પ્રકારના હોય છે - એક સાધનાકાલવર્તી જીવો અને બીજા સાધ્યની સિદ્ધિવાળા કાલવર્તી જીવો (તેરમા, ચૌદમા ગુણસ્થાનકવર્તી જીવો). બન્ને પ્રકારના આત્માઓ મુક્તિની પ્રાપ્તિ અવશ્ય કરે છે, પરંતુ સાધનાવસ્થા અને સિદ્ધાવસ્થા

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233