Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 218
________________ ૧૮૫ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ સમાન છે. કોઈપણ જીવ ન્યૂન નથી કે અધિક નથી. સંસારમાં રાજા-રંક, સુખી-દુઃખી, રોગી-નિરોગી, સ્ત્રી-પુરુષ ઈત્યાદિ જે ભેદ દેખાય છે તે સઘળો પણ ભેદ માત્ર કર્મજન્ય છે. પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી સંસારી જીવોમાં ચિત્ર-વિચિત્રતા થયેલી છે તે પારમાર્થિક (સાચી) ચિત્ર-વિચિત્રતા નથી. કર્મોનો ઉદય રહે ત્યાં સુધી જ રહેવાવાળી છે. પરમાર્થથી સત્તાસ્વરૂપની અપેક્ષાએ સર્વે જીવો સમાન છે. કોના ઉપર રાગ કરવો (પ્રીતિ કરવી)? અને કોના ઉપર દ્વેષ કરવો? જેમ રંગભૂમિ ઉપર નટ જુદી જુદી વેશભૂષા કરીને આવે તેમ સંસારી જીવોનું પણ સંસારભૂમિ ઉપર ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. આ રીતે કર્મના ઉદયથી થયેલી જે વિષમતા, જેમકે કોઈ દેવ, કોઈ મનુષ્ય, કોઈ તિર્યચ, કોઈ નારકી એમ ગતિસંબંધી વિષમતા, કોઈ એકેન્દ્રિય, કોઈ વિકલેન્દ્રિય અને કોઈ પંચેન્દ્રિય એમ જાતિ સંબંધી વિષમતા, કોઈ કાળા, કોઈ ધોળા, કોઈ પીળા, કોઈ નીલા અને કોઈ લાલ એમ વર્ણની વિષમતા, કોઈ જાડા, કોઈ પાતળા, કોઈ ઠીંગણા અને કોઈ ઘણા ઉંચા એમ સંસ્થાનની વિચિત્રતા, તથા કોઈ ક્ષત્રિય, કોઈ બ્રાહ્મણ ઈત્યાદિ પ્રકારની જાતિ સંબંધી જે વિષમતા દેખાય છે તે સઘળી કર્મોના ઉદયથી થયેલી વિષમતા છે. આ વિષમતા પરમાર્થથી નથી. - જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોના ક્ષયોપશમથી આવિર્ભત હીનાધિક ચૈતન્યની વિષમતા, વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી આવિર્ભત વીર્યની હીનાધિકતા. એમ જ્ઞાન-દર્શનવીર્ય વગેરે ક્ષયોપશમજન્ય ગુણાત્મક કાર્યનો વિષમતાથી ભેદ છે. પણ સત્તાગત ગુણો સર્વેના સમાન છે. તેથી કર્મજન્ય આ વિષમતાને જો દૃષ્ટિમાં ન ગણીએ તો સર્વે જીવો સમાન ભાસવાથી કોઈપણ જીવ ઉપર રાગ કે દ્વેષ થશે નહીં. આ જીવ જો દૃષ્ટિ બદલે તો શમભાવ” પ્રાપ્ત કરવો શક્ય બની શકે છે. આ વાત ટીકામાં સમજાવે છે કે – ગતિ-જાતિ-વર્ણ-સંસ્થાન અને બ્રાહ્મણ-ક્ષત્રિયાદિ ભાવે કર્મના ઉદયથી થયેલી જે વિષમતા-હીનાધિકતા તથા જ્ઞાન-દર્શન-વીર્ય વગેરે ગુણોની ક્ષયોપશમરૂપ કાર્યવિષમતા જગતમાં જે દેખાય છે તે સઘળી કર્મજન્ય હોવાથી તેને નહીં ઈચ્છતો એટલે કે ધ્યાનમાં નહીં લેતો આત્મા તથા કર્મના ઉદયથી, વ્યક્તિગત ભિન્ન ભિન્ન આચરણથી (અથવા કર્મોના આવરણથી) વિષમતા હોવા છતાં પણ એટલે કે ક્ષયોપશમનો ભેદ હોવા છતાં પણ બ્રહ્માંશ વડે એટલે કે “ચેતના” ગુણ વડે સર્વે જીવો સમાન છે. આવી સમાનતા દેખનારા આત્માને રાગ-દ્વેષ થતા નથી. અથવા દ્રવ્યાસ્તિકતા એટલે કે દ્રવ્યત્વધર્મ, અસ્તિત્વધર્મ, વસ્તુત્વધર્મ, સત્તાધર્મ-અગુરુલઘુતા-પ્રમેયતા-ચેતનતા-અમૂર્તતા અને અસંખ્યાતપ્રદેશવાળાપણું ઈત્યાદિ સામાન્ય ધર્મો વડે ચરાચર એવા આ જગત આખાને પોતાના આત્માની સાથે તુલ્યપણે

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233