Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 208
________________ જ્ઞાનમંજરી શમાષ્ટક - ૬ ॥ અથ ષયું શમામ્ ॥ ૧૭૫ अथ पञ्चमज्ञानाष्टककथनानन्तरं षष्ठं शमाष्टकं प्रारभ्यते । ज्ञानी हि ज्ञानात् क्रोधादिभ्य उपशाम्यति अतः शमाष्टकं विस्तार्यते षष्ठम् । तत्र आत्मनः क्षयोपशमाद्याः परिणतयः स्वभावपरिणामेन परिणमन्ति न तप्तादिपरिणतौ स शमः । नामस्थापनाशमौ सुगमौ द्रव्यशमः परिणत्यसमाधौ प्रवृत्तिसङ्कोचः द्रव्यशमः आगमतः शमस्वरूपपरिज्ञानी अनुपयुक्तः, नोआगमतः मायया लब्धिसिद्ध्यादिदेवगत्याद्यर्थम् उपकारापकारविपाकक्षमादिक्रोधोपशमत्वम् । भावतः उपशमस्वरूपोपयुक्तः आगमतः, नोआगमतो मिथ्यात्वमपहाय यथार्थभासनपूर्वकचारित्रमोहोदयाभावात् क्षमादिगुणपरिणतिः शमः । सोऽपि लौकिकलोकोत्तरभेदाद् द्विविधः । लौकिकः वेदान्तवादिनाम्, लोकोत्तर: जैनप्रवचनानुसारिशुद्धस्वरूपरमणैकत्वम् । " હવે પાંચમું જ્ઞાનાષ્ટક કહ્યા પછી છઠ્ઠું શમાષ્ટક શરૂ કરાય છે. જ્ઞાની પુરુષ જ્ઞાનના બલથી ક્રોધ વગેરે કષાયોથી શાન્ત થઈ જાય છે. આ કારણથી છઠ્ઠું શમાષ્ટક હવે સમજાવાય છે (લખાય છે). ત્યાં આત્મામાં જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયકર્મ આદિના ક્ષયોપશમભાવથી પ્રગટ થયેલી જ્ઞાનશક્તિ-દર્શનશક્તિ અને વીર્યશક્તિ ઈત્યાદિ રૂપ જે શક્યાત્મક પરિણતિઓ પ્રાપ્ત થઈ છે તે જ્યારે સ્વભાવદશાના પરિણામ રૂપે પરિણામ પામે છે. પણ તપ્તાદિભાવે (ક્રોધ-માન-માયા-લોભ આદિ રૂપે) વિભાવદશાપણે પરિણામ પામતી નથી ત્યારે તે દશાને “શમ” કહેવાય છે. સારાંશ કે ઘાતી કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલી તમામ શક્તિઓ જ્યારે સ્વગુણરમણતામાં પરિણામ પામે છે પણ ક્રોધાદિ કાષાયિકભાવે પરિણામ પામતી નથી ત્યારે આત્મા શાન્ત-સમતાભાવવાળો કહેવાય છે. આવા પ્રકારના “શમ” ગુણનું હવે વર્ણન કરે છે. ત્યાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી શમગુણનું સ્વરૂપ સમજાવે છે. નામ અને સ્થાપના આ બે નિક્ષેપા બહુ જ સુગમ હોવાથી હવે વારંવાર લખાતા નથી. તેથી દ્રવ્ય અને ભાવનિક્ષેપા જ સમજાવાય છે. પરિણતિમાં અસમાધિ હોય અને બહારથી મન-વચન તથા કાયાની પ્રવૃત્તિઓનો સંકોચ કર્યો હોય. જેમકે અગ્નિશર્મા ત્રણ માસના ઉપરાઉપર ઉપવાસ થયા પછી ગુણસેન રાજા ઉપર ગુસ્સે ભરાયો છતો આહારપાણીનો ત્યાગ કરીને તપમાં લીન થયો. અહિં ચિત્તમાં ક્રોધાદિ કષાયો હોય એટલે કે અસમાધિભાવ હોતે છતે બહાર બહારથી મન-વચન-કાયાનો જે સંકોચ કરવો તે દ્રવ્યશમ

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233