Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 202
________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૬૯ એવી પ્રથમસ્થિતિને ઉદયથી ભોગવી ભોગવીને તથા ઉદીરણા અને આગાલના બલ વડે કાલક્રમે મિથ્યાત્વના ઉદયને અંતર્મુહૂર્તે સમાપ્ત કરીને અંતરકાલવાળા કાલમાં પ્રવેશ કરે છે. તે વખતે તેના પ્રથમસમયે જ આ જીવ ઉપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. ક્યારેય ન પ્રાપ્ત કરેલા એવા અપૂર્વલાભને આ જીવ પામે છે. કમ્મપયડીમાં જ ઉપશમનાકરણની ગાથા ૧૮ માં કહ્યું છે કે - - मिच्छत्तदये खीणे, लहइ सम्मत्तमोवसमियं सो । लंभेण जस्स लब्भइ, आयहियं अलद्धपुव्वं जं ॥१८॥ मिथ्यात्वस्योदये क्षीणे सति स जीव उक्तेन प्रकारेण औपशमिकं सम्यक्त्वं लभते । यस्य सम्यक्त्वस्य लाभेन यदात्महितमलब्धपूर्वमर्हदादितत्त्वप्रतिपत्त्यादि, तद् लभ्यते । तथाहि-सम्यक्त्वस्य लाभे सति ( यथा ) जात्यन्धस्य पुंसः चक्षुर्ला स (वस्तुतत्त्वावलोको भवति तथा महान् प्रमोदो भवति ) एवं जन्तोः यथावस्थितवस्तुतत्त्वावलोको भवति तथा महाव्याध्यभिभूतस्य व्याध्यपगमे इव महांश्च प्रमोदः भवति । अत्र अनिवृत्तिकरणे क्रियमाणे यदि पुञ्जत्रयं करोति, तदा प्रथमं क्षयोपशमं सम्यक्त्वं लभते । अकृतत्रिपुञ्जः प्रथममुपशमसम्यक्त्वं लभते इति सिद्धान्ताशयः । कर्मग्रन्थमते तु प्रथमं उपशममेव लभते, अयं च त्रिपुञ्जीकरणमुपशमे करोति । इति ग्रन्थिभिद् ज्ञानं तत्त्वोपयोगलक्षणं, तस्य अन्य विकल्पैः किम् ? મિથ્યાત્વનો ઉદય ક્ષીણ થયે છતે તે જીવ ઔપશમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. જે સમ્યક્ત્વના લાભથી પૂર્વે કદાપિ પ્રાપ્ત ન કરેલા એવા અપૂર્વ આત્મહિતને આ જીવ પ્રાપ્ત કરે છે. ૧૮॥ મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય (નીચેની પ્રથમ સ્થિતિનો ઉદય) સમાપ્ત થયે છતે તે જીવ ઉપર કહેલા પ્રકાર દ્વારા સૌથી પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. ત્રણ કરણ સંપૂર્ણ કરવાથી અને મિથ્યાત્વની પ્રથમસ્થિતિનો ઉદય પૂર્ણ થવાથી તથા ઉપરની બીજી સ્થિતિ ઉપશમનાકરણ વડે ઉપશાન્ત કરી હોવાથી આ જીવ સૌથી પ્રથમ ઔપમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. જે ઔપમિક સમ્યક્ત્વના લાભથી ક્યારે પણ ભૂતકાળમાં ન મેળવેલું હોય તેવું જે આત્મહિત છે. તે પ્રાપ્ત થાય છે. એટલે કે અરિહંત પરમાત્માના વચનો ઉપરની પરમ તત્ત્વશ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે જે મુક્તિપ્રાપ્તિનું બીજ ગણાય છે. તે આ પ્રમાણે - જેમ જન્મથી અંધ એવા પુરુષને ચક્ષુનો લાભ થયે છતે દૃષ્ટિ પ્રાપ્ત થવાથી પરમ આનંદ થાય છે. અથવા મહાવ્યાધિથી પીડાયેલા જીવને જેમ મહાવ્યાધિ દૂર થયે છતે પરમ આનંદ

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233