________________
अर्हम्
ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાય વિરચિત
જ્ઞાનસાર અષ્ટક (શ્રીમદ્ દેવચન્દ્રવિજયજી કૃત જ્ઞાનમંજરી વૃત્તિ યુક્ત) श्री पार्श्वेशं जिनं नत्वा, शुद्धं स्याद्वादसंयुतम् । आत्मानंदविशुद्ध्यर्थं, ज्ञानसारं प्रतन्यते ॥१॥ परोपकारप्रवणा मुनीशाः, पूर्वं बभूवुर्गुणरोहणेशाः । तेषां सुवाक्यामृतपानपीनः, करोमि टीकां स्वहितां सुबोधाम् ॥२॥ नास्तीह लोके ह्युपकारयोग्यो, मत्तोऽपि संसारविघातधीरः । तथात्मबोधाय तनोमि टीकां, भाष्यादिशास्त्रार्थकृतावलम्बः ॥३॥
સ્યાદ્વાદથી સંયુક્ત અને અત્યન્ત શુદ્ધ (નિર્મળ) એવા શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરપ્રભુને નમસ્કાર કરીને મારા પોતાના આત્માના આનંદની વિશુદ્ધિ માટે અથવા આત્માના આનંદ માટે અને વિશુદ્ધિ માટે શ્રી જ્ઞાનસાર નામનું શાસ્ત્ર વિસ્તારાય છે. (સંસ્કૃત ટીકા દ્વારા વિવેચન લખાય છે) II૧ી
પરોપકાર કરવામાં પ્રવીણ એવા અને ગુણો માટે રોહણાચલ પર્વત સમાન એવા અનેક મુનીશ્વર પુરુષો પૂર્વકાલમાં થયા છે. તેઓનાં બનાવેલાં શાસ્ત્રોનાં) સુવાક્યો રૂપી અમૃતના પાનથી પુષ્ટ બનેલો એવો હું મારા પોતાના આત્માના હિતને કરનારી અને સુખે સુખે સમજાય તેવી સરળ ટીકા (વિવેચન) કરું છું. મેરા
આ સંસારની અંદર મારાથી અન્ય બીજો કોઈપણ પુરુષ ઉપકાર કરવા યોગ્ય તથા સંસારનો વિનાશ કરવામાં તત્પર મને જણાતો નથી (મારા માટે સૌથી પ્રથમ હું જ ઉપકારયોગ્ય દેખાઉં છું.) તેથી મારા પોતાના આત્માના બોધ માટે શ્રી વિશેષાવશ્યકભાષ્ય તથા પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી કૃત બાલાવબોધ (ગુજરાતી ટબો) વગેરે શાસ્ત્રોના અર્થોનું લીધેલું છે આલંબન જેણે એવો હું આ જ્ઞાનસારાષ્ટકની સુખે બોધ થાય તેવી સરળ ટીકા (વિવેચન) બનાવું છું. III