Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 184
________________ જ્ઞાનમંજરી જ્ઞાનાષ્ટક - ૫ ૧૫૧ કોની જેમ મળતો નથી? તે સમજવા માટે એક ઉદાહરણ કહે છે કે “ગમનક્રિયામાં તલને પીલનારા બળદની જેમ” ઘાંચીની ઘાણીમાં જોડાયેલો બળદ ગોળ ગોળ ભમતો છતો ઘણું ઘણું ચાલે તો પણ સ્થાનાન્તરને પામતો નથી. એની જેમ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા વિનાનો આ જીવ અનેક શાસ્ત્રો ભણવા-ભણાવવાનો, વાંચવા-વંચાવવાનો પરિશ્રમ કરે, છતાં પણ તત્ત્વજ્ઞાનના અનુભવને સ્પર્શતો નથી. તત્ત્વજ્ઞાનનો સાર પામતો નથી. આ કારણથી યથાર્થ તત્ત્વજ્ઞાનની રુચિવાળા થવું જોઈએ. જય-પરાજયની ભાવના ત્યજીને આત્મલક્ષી થવું જોઈએ II૪ll स्वद्रव्यगुणपर्याय-चर्या वर्या पराऽन्यथा । इति दत्तात्मसन्तुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥५॥ ગાથાર્થ - પોતાના આત્માના ગુણોમાં અને પર્યાયોમાં વર્તના એ જ મુનિને શ્રેયસ્કર છે. પરદ્રવ્ય-ગુણ-પર્યાયમાં વર્તના શ્રેયસ્કર નથી. આ પ્રમાણે આત્માને સંતોષ આપનારી તથા સંક્ષિપ્ત અને રહસ્યભૂત જ્ઞાનમાત્રમાં જ વર્તનારી સ્થિતિ મુનિની (મુનિનું વર્તવાપણું) હોય છે. પા. ટીકા :- “સ્વદ્રવ્યેતિ” સ્વદ્રવ્ય-TUાશ્રયત્નક્ષને શુદ્ધીત્મનિ, સ્વ-- द्रव्याश्रित-सहभाव्यनन्तपर्यायोपेतज्ञानदर्शनचारित्रस्वरूपे, स्वपर्याये-उभयाश्रयलक्षणे अर्थव्यञ्जनादि-भेदे, चर्या-तन्मयतापरिणतिः तत्र वर्तना, वर्या-श्रेष्ठा, स्वद्रव्यगुणपर्याये परिणमनमात्महितम् । आया सहावनाणी, भोई रमई वि वत्थुधम्ममि । सो उत्तमो महप्पा, अवरे भवसूयरा जीवा ॥१॥ परापरद्रव्यगुणपर्यायरमणानुभवलक्षणा परिणतिः अन्यथा कार्या अहिता । परभाव-परिणाम एव भ्रमणहेतुः । उक्तञ्च - परसंगेण बंधो, मुक्खो परभावचायणे होइ । सव्वदोसाण मूलं, परभावाणुभवपरिणामो ॥१॥ વિવેચન - આ આત્માએ જો પોતાનું કલ્યાણ જ કરવું હોય અને જન્મ-જરા-મૃત્યુરોગ-શોકાદિ દુઃખોમાંથી સદા કાલ માટે મુક્તિ જ પ્રાપ્ત કરવી હોય તો શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જ જોઈએ, તેના વિના કલ્યાણની પ્રાપ્તિ અને દુઃખોની નિવૃત્તિ શક્ય નથી. કારણ કે સંસારીજીવનમાં તો ડગલે ને પગલે આ દુઃખો રહેલાં જ છે. તેથી શુદ્ધ

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233