Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 199
________________ ૧૬૬ જ્ઞાનાષ્ટક - ૫ જ્ઞાનસાર સમાપ્ત થાય ત્યારે ચોથો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના સંખ્યામાં ભાગે હીન હીન જ ચાલુ કરે છે. આવો હીન હીન જ સ્થિતિબંધ પૂર્વકાળમાં ક્યારેય કર્યો નથી. તેથી તેને અપૂર્વસ્થિતિબંધ કહેવાય છે. એક સ્થિતિબંધ અને એક સ્થિતિઘાત આ બન્ને સાથે જ આરંભાય છે અને એકીસાથે જ સમાપ્તિને પામે છે. બન્નેનો કાલ જે અંતર્મુહૂર્ત છે તે સમાન હોવાથી યુગપદ્ પ્રારંભ અને યુગપદ્ નિષ્ઠા (સમાપ્ત) કરે છે. गुणश्रेणिस्तुगुणसेढीनिक्खेवो, समए समए असंखगुणणाए । अद्धादुगाइरित्तो, सेसे सेसे य निक्खेवो ॥१५॥ (કર્મપ્રકૃતિ-ઉપશમનાકરણ ગાથા-૧૫) __भावना च-घात्यस्थितिखण्डमध्याद् दलिकं गृहीत्वा उदयसमयात् प्रतिसमयं असङ्ख्येयगुणतया निक्षिपति-प्रथमसमये स्तोकम्, द्वितीयसमये असङ्ख्येयगुणम्, तृतीयसमये असङ्ख्येयगुणम् एवं यावच्चरमसमयः । एष प्रथमसमयगृहीतदलिकनिक्षेपविधिः, एवं द्वितीयादिसमयगृहीतानामपि, इत्यनेन प्रथमसमये स्तोकः द्वितीयसमये असङ्ख्येयगुणः, तृतीयसमये असङ्ख्येयगुणः गुणश्रेणिदलिकनिक्षेपो भवति । इति अपूर्वकरणस्वरूपम् । अनिवृत्तिकरणे एतदुक्तं भवति - (૪) હવે ગુણશ્રેણીનું સ્વરૂપ સમજાવે છે. ત્યાં કમ્મપયડીમાં ઉપશમનાકરણના અધિકારમાં ગાથા ૧૫માં આ પ્રમાણે કહ્યું છે - “સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલી સ્થિતિના કર્મદલિકોની નીચેની સ્થિતિમાં નિવàવ = જે રચના કરવી તે સુપાસેઢી = ગુણશ્રેણી કહેવાય છે. પ્રત્યેક સમયોમાં અસંખ્યાત ગુણાકારે કર્મદલિકોની આ જીવ રચના કરે છે. ગુણશ્રેણીનો કાલ જો કે અંતર્મુહૂર્ત હોય છે તો પણ તે અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ બે કરણના કાલથી કંઈક અધિક હોય છે તથા જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ બાકી રહેલા સમયમાં જ દલિકોનો નિક્ષેપ (દલિકોની રચના) થાય છે. II૧પો ઉપરની વાતનો ભાવાર્થ આ પ્રમાણે છે - સ્થિતિઘાત અને રસઘાત વડે ખંડિત થયેલા સ્થિતિખંડમાંથી પ્રાયઃ નિઃરસતુલ્ય બનેલાં અર્થાત્ અત્યન્ત અલ્પ રસવાળા બનેલાં એવાં કર્મદલિકોને ત્યાંથી ગ્રહણ કરીને નીચેની ભોગવાતી સ્થિતિમાં ઉદયસમયથી અન્તર્મુહૂર્તના કાલમાં પ્રત્યેકસમયોની અંદર અનુક્રમે અસંખ્યાતગુણાકારે તે દલિકને ગોઠવે

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233