________________
૬
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર
કહેવાય છે. તે લક્ષ્મીનું જે સુખ-તે લક્ષ્મીનો જે આનંદ, તેવા પ્રકારના આનંદમાં જે મગ્ન, તે “પેનશ્રીસુબ્રમન” કહેવાય છે. સારાંશ કે શુદ્ધ આત્માના ગુણોરૂપી ભાવ-લક્ષ્મીના આનંદમાં મગ્ન એવા આ પંચપરમેષ્ઠી છે. તે પંચપરમેષ્ઠી વડે સંપૂર્ણ એવું આ જગત મોહની લીલામાં લગ્ન થયેલું (મોહમાં ડુબેલું-મોહમાં ગાંડું થયેલું) દેખાય છે.
વળી આ પંચપરમેષ્ઠી કેવા છે ? તેનું બીજું પણ એક વિશેષણ લખે છે ‘“સધ્વિવાનપૂર્વેન’” આ પદમાં જે સત્ શબ્દ છે તેનો અર્થ શુભ અથવા શાશ્વત કરવો અને તે સત્ પદને જ્ઞાનનું વિશેષણ કરવું. તેથી શુભ (સર્વથા નિર્મળ-ક્ષાયિકભાવથી પ્રગટ થયેલા) એવા જ્ઞાનના અથવા સર્વકાલે-સદા રહેનારા (ક્યારેય નાશ ન પામનારા) એવા જ્ઞાનના આનંદને ધારણ કરનારા મુનિ વડે (પંચપરમેષ્ઠી વડે) આ જગત મિથ્યાત્વ અને અસંયમમાં (તથા કષાયાદિમાં) ડુબેલું-મૂઢ બનેલું દેખાય છે. જેમ બુદ્ધિશાળી અને વિવેકી માણસો દારૂ પીધેલા અને જેમ તેમ વર્તતા માણસને મૂઢ-ગમાર-મૂર્ખ-નશાબાજ માને છે તેમ ગુણોથી પૂર્ણ એવા પંચપરમેષ્ઠી પદે રહેલા મહાત્મા પુરુષો ગુણોથી અપૂર્ણ (જે જીવોના આત્મગુણો પ્રગટ્યા નથી તેવા મોહાન્ય જીવોવાળા) આ જગતને ભ્રાન્ત-મૂઢ-મૂર્ખ-માર્ગ ભૂલેલું માને છે.
જેમ ડાહ્યા માણસને ગાંડો માણસ ગાંડારૂપે દેખાય છે, તેમ જ્ઞાની મહાત્માને આ સઘળુંય જગત ગુણોથી અપૂર્ણ-ભ્રાન્ત દેખાય છે. તેથી “આ આત્મા આત્મગુણોના આનંદ વડે સદા પૂર્ણાનંદમય છે તેનું વારંવાર સ્મરણ કરવા-કરાવવા દ્વારા પોતાના આત્મામાં રહેલો શુદ્ધગુણો સંબંધી પૂર્ણાનંદ જ સાધ્ય છે.”૧ શુદ્ધ ગુણો સંબંધી આનંદ જ મેળવવા લાયક છે. ॥૧॥
૧. આ શ્લોકમાં દેવચંદ્રજી મહારાજ ન્દ્ર શબ્દનો અર્થ આત્મા કરે છે અને ઉપાધ્યાયજી મહારાજ ફન્દ્ર શબ્દનો અર્થ વેવેન્દ્ર કરે છે. તથા ચોથા ચરણમાં દેવચંદ્રજી મહારાજ ‘‘અપૂર્ણાં” પદ ટીકામાં લખે છે અને ઉપાધ્યાયજી મહારાજ પોતાના બાલાવબોધમાં ‘‘પૂર્ણ” પદ લખે છે. આ બન્ને શબ્દોનો તફાવત જોતાં ઉપાધ્યાયજી મહારાજશ્રીની દૃષ્ટિ નિશ્ચયનયની પ્રધાનતાવાળી લાગે છે. તેથી આ જગતના સર્વે પણ જીવો કર્માધીન હોવાથી ભલે મલીન છે તો પણ સત્તાગત રીતે તિરોભાવે રહેલા આત્મગુણોથી સિદ્ધસમાન છે. ગુણોથી પરિપૂર્ણ ભરેલા છે અર્થાત્ સમસ્ત જગત પૂર્ણ છે આમ યોગીઓ દેખે છે, એવો અર્થ કરે છે. જ્યારે દેવચંદ્રજી મહારાજશ્રીની દૃષ્ટિ વ્યવહારનયની પ્રધાનતાવાળી લાગે છે જેથી આ જગતના સર્વે પણ જીવો મોહનીયાદિ કર્મોના ઉદયવાળા હોવાથી પોતાના ગુણોની પ્રગટતા કરી શક્યા નથી. માટે પ્રગટગુણોની અપેક્ષાએ આ જગત અપૂર્ણ છે. આમ યોગીઓ દેખે છે. આવી રીતે વિવક્ષાભેદથી અર્થભેદ છે. એક આન્તરિક શુદ્ધ સ્વરૂપને પ્રધાન કરે છે. બીજા કર્માધીન એવા બાહ્યસ્વરૂપને પ્રધાન કરે છે. જેથી સત્તાગત સ્વરૂપની અપેક્ષાએ જગત પૂર્ણ અને આવિર્ભૂત સ્વરૂપની અપેક્ષાએ જગત અપૂર્ણ છે એમ યોગીઓને દેખાય છે. આ બન્ને અર્થોમાં વિવક્ષાભેદ માત્ર કારણ છે.