________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ જોનારો અને જાણનારો છે. જેમ દીપક પ્રકાશાત્મક છે તે દીપક તો માત્ર પ્રકાશ જ ફેલાવે છે તેમ જીવ જ્ઞાનાત્મક છે. માટે જ્ઞાનપ્રકાશ જ પાથરે છે. તેમાં રહેલી મલીનતા જ જીવ પાસે કર્મોનો બંધ કરાવે છે. મોહોદયજન્ય મલીનતા જ્યારે કર્મબંધ કરાવે છે ત્યારે ત્યાં સાક્ષીભૂતરૂપે જીવની હાજરી માત્ર જ હોય છે. શુદ્ધ જીવ કર્મોનો કર્તા નથી.
तत्र कर्तृत्वम्-एकाधिपत्ये क्रियाकारित्वम्, तद् जीवे जीवगुणानामेव, चेतनावीर्योपकरणकारकचक्रोपकरणेन, यतो हि एकाधिपत्यक्रियाशून्यत्वेन धर्मादिद्रव्येषु न कर्तृत्वम्, जीवस्यापि कर्तृत्वं स्वकार्यस्य । न हि जीवः कोऽपि जगत्कर्ता, किन्तु स्वकार्य-पारिणामिकगुणपयार्यप्रवृत्तेरेव कर्ता, न परभावानाम्, परभावानां तु कर्तृत्वे असदारोपसिद्ध्यभावादयो दोषाः, ज्ञाता (तु) लोकालोकस्य, अत एव नायं परभावानां कर्ता, किन्तु स्वभावमूढाशुद्धपरिणतिपरिणतः अशुद्धनिश्चयेन रागादिविभावस्य अशुद्धव्यवहारेण ज्ञानावरणादिकर्मणां कर्ता जातोऽपि स एव सहजसुखरुचिः अनन्ताविनाशिस्वरूपसुखमयं आत्मानं ज्ञात्वा आत्मीयपरमानन्दभोगी, न परभावानां कर्ता भवति, किन्तु ज्ञायक एव ।।
વિવેચન - અહીં “કર્તાપણું” એટલે કે “એક જ દ્રવ્યના આશ્રયે પ્રવર્તતી ક્રિયાનું કરવાપણું તે કર્તુત્વ કહેવાય છે.” જે ક્રિયા કરવામાં એક જ દ્રવ્યનું આધિપત્ય (સ્વામિત્વ હોય - અન્યની અપેક્ષા નો હોય તેને કત્વ કહેવાય છે. આવું કર્તુત્વ જીવમાં જ છે અને તે પણ જીવના પોતાના ગુણોનું જ (ગુણ-પર્યાયોનું જ) કર્તુત્વ છે. કારણ કે ચેતનાપૂર્વક પ્રવર્તતા વીર્યનો ઉપકાર કરે એવા કારકચક્રની સહાય હોવા વડે જીવમાં જ આવું કર્તુત્વ સંભવે છે. જીવમાં ચેતના અને વીર્ય છે તથા બુદ્ધિપૂર્વક વીર્ય પ્રવર્તાવે છે તેમજ બુદ્ધિપૂર્વક વીર્ય પ્રવર્તાવતા જીવને શેષ છએ કારકચક્રની સહાયનો યોગ મળી રહે છે. તે આ પ્રમાણે -
પ્રાપ્ત કરવા જેવું જો કંઈ હોય તો જીવનું સ્વરૂપ જ પ્રાપ્ત કરવાનું છે એ કર્મકારક, જીવની પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા થવા વડે તે સ્વરૂપ પ્રાપ્ત થવાનું છે આ કરણકારક, સ્વરૂપપ્રાપ્તિ-જન્ય આનંદ જીવને જ થવાનો છે આ સંપ્રદાનકારક, આવૃત થયેલા સ્વરૂપનો જીવમાંથી જ આવિર્ભાવ કરવાનો છે આ અપાદાનકારક અને પ્રગટ-અપ્રગટ આત્મસ્વરૂપનો આધાર આત્મા જ છે. આ અધિકરણકારક. આમ છએ કારકચક્રની સહાય ચેતનાપૂર્વક વિર્ય પ્રવર્તાવતા જીવને જ હોય છે. આ કાર્યમાં અન્ય કોઈ દ્રવ્યની સહાય લેવી પડતી નથી. માટે જીવ દ્રવ્યમાં જ કર્તુત્વ છે અને તે પણ પરમાર્થથી સ્વગુણોનું જ કર્તૃત્વ છે. મોહની પરાધીનતાથી પરના કર્તુત્વનો આરોપ માત્ર કરાય છે.