________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
(૨)
આત્મજ્ઞાનમાં જ મગ્નતા, અધ્યાત્મ અને વૈરાગ્યમાં જ લીનતા.
(૩)
સર્વોત્તમ એવાં આગમશાસ્ત્રોના અધ્યયનમાં જ રસિકતા આવી જવાથી મોહદશાના વિકારો વિનાનો આ આત્મા અર્થાત્ અત્યન્ત વિશુદ્ધ આત્મા. તે શુક્લ આત્મા કહેવાય છે.
૬૩
एतच्च श्रमणविशेषमेवाश्रित्योच्यते, न पुनः सर्व एवंविधो भवति । अत्र मासपर्यायेति (मासपर्याये इति ) । संयमश्रेणिगतसंयमस्थानानां मासादिपर्यायगतसमयमात्रोल्लङ्घनेन तत्प्रमाणसंयमस्थानोली मुनिर्ग्राह्य इति । अत्र परम्परा - सम्प्रदायः, जघन्यतः उत्कृष्टं यावत् असङ्ख्येयलोकाकाशप्रमाणेषु संयमस्थानेषु क्रमाक्रमवर्तिनिर्ग्रन्थेषु मासतः द्वादशमाससमयप्रमाणसंयमस्थानोल्लङ्घनोपरितने वर्तमानः साधुरीदृग्देवतातुल्यं सुखमतिक्रम्य वर्तते इति ज्ञेयम् । उक्तञ्च धर्मबिन्दौ -
-
“उक्तं मासादिपर्यायवृद्धया द्वादशभिः परम् । तेजः प्राप्नोति चारित्री, सर्वदेवेभ्य उत्तमम् ॥३६॥
(ધર્મબિન્દુ અધ્યાય-૬ શ્લોક ૩૬) तेजश्चित्तसुखलाभलक्षणं वृत्तौ । इत्येवमात्मसुखवृद्धिः आत्मज्ञानमग्नस्य
મતિ I
ષોડશકપ્રકરણમાં બારમા ષોડશકના તેરમા શ્લોકમાં જે આ શ્રમણનું વર્ણન કર્યું છે તે કોઈ વિશિષ્ટશ્રમણને આશ્રયી કહેલું છે. પરંતુ સર્વે શ્રમણ તેવા વિશિષ્ટ દશાવાળા સંભવતા નથી. કોઈ વિશિષ્ટ મહાત્મા પુરુષ આવી ઉંચી દશાવાળા હોય છે એમ જાણવું.
ભગવતીજી સૂત્રના પાઠના આલાવામાં ‘પોયમા ! માસરિયા'' ઈત્યાદિ પાઠમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સંયમગુણની ચઢતી શ્રેણીમાં રહેલાં જે સંયમસ્થાનો છે તેમાં ૧ માસ, ૨ માસ, ૩ માસ આદિ પ્રમાણવાળા ચારિત્રપર્યાયમાં સમય માત્ર પસાર થવાથી તેટલા પ્રમાણવાળાં સંયમસ્થાનોને ઓળંગી જનારા મુનિ હોય છે આમ જાણવું. સારાંશ એ છે કે - સંયમભાવમાં જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેનો યથાર્થ અનુભવ થવાથી વિભાવદશા નાશ પામતાં અને સ્વભાવદશા ખીલતાં આ મુનિ ચડતા ચડતા સંયમસ્થાનોમાં કુદકો મારનારા બને છે. એક એક મહીનામાં તો વચ્ચે-વચ્ચેનાં ઘણાં ઘણાં સંયમસ્થાનો ઓળંગી-ઓળંગીને એકદમ ઉપરના સંયમસ્થાનમાં આરોહણ કરનાર બને છે. આત્મગુણોના સુખનો આસ્વાદ જ આવા રસવાળો હોય છે. જે એકવાર ચાખ્યા પછી ક્યારેય મુકાતો નથી. પૌદ્ગલિકસુખના અનુભવવાળી વિભાવદશા તો સર્વથા ભૂલાઈ જ જાય છે. તેની