________________
જ્ઞાનમંજરી
સ્થિરતાષ્ટક - ૩
૭૯
જ છે. પરંતુ મન-વચન-કાયાના આલંબને વપરાતું જે વીર્ય તે કરણવીર્ય, તેના કારણે આત્મપ્રદેશો ઉકળતા પાણીની જેમ ચંચળ બન્યા છે, અસ્થિર બન્યા છે, જેને “યોગ’ કહેવામાં આવે છે. અથવા કરણવીર્ય કહેવાય છે. આત્મપ્રદેશોની આ ચંચળતા એ જ કર્મબંધનું કારણ બને છે. ‘“જાયવાઙમન: વર્મ યોગ: ૬-૧, ૬ આશ્રવ: ૬-૨, શુમ: પુણ્યસ્ય ૬૩, અને અશુમ: પાપસ્ય ૬-૪, આ પ્રમાણે તત્ત્વાર્થસૂત્રના છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે.
પૂર્વકાલમાં બાંધેલા (મનઃપર્યાપ્તિ નામકર્મ, ભાષાપર્યાપ્તિ નામકર્મ, સ્વરનામકર્મ, ઔદારિક આદિ શરીર નામકર્મ ઈત્યાદિ) નામકર્મના ઉદય સ્વરૂપ પરોપાધિથી આત્મપ્રદેશો મન, વચન અને કાયાના યોગ સ્વરૂપે ચંચળ (અસ્થિર) બન્યા છે તે દ્રવ્યથી અસ્થિર કહેવાય છે અને મોહનીયના ઉદયથી પરભાવમાં ગમન કરવારૂપ ભાવાસ્થિરતા પણ આવેલી છે. દ્રવ્ય અસ્થિરતા યોગાત્મક છે અને ભાવ અસ્થિરતા મિથ્યાત્વ. અવિરતિ, પ્રમાદ અને કષાય રૂપ છે. તે બન્નેથી કર્મબંધ થાય છે. તેથી તે અસ્થિરતા દૂર કરવા સ્થિરતા સમજાવાય છે. સમ્યગ્દર્શનાદિ ગુણોની પ્રાપ્તિ કરાયે છતે પરભાવાદિમાં આત્માનું જે અગમન તે જ સાચી આત્માની ભાવસ્થિરતા છે તે અહીં સમજાવાશે.
સર્વે પણ વસ્તુઓની વિચારણા ચાર નિક્ષેપાથી અને સાત નયથી કરવામાં આવે છે. તેને અનુસારે અહીં સ્થિરતા ઉપર પણ ચાર નિક્ષેપા સમજાવાય છે. ત્યાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. કોઈપણ પદાર્થનું સ્થિર કે સ્થિરતા એવું નામ રાખવું તે નામસ્થિરતા, સ્થિરપદાર્થનું જે પ્રતિબિંબ તે સ્થાપનાસ્થિરતા સમજવી. હવે દ્રવ્યસ્થિરતા સમજાવે છે - દ્રવ્યસ્થિરતામાં ૩/૪ પ્રકારે સમાસ છુટા પાડીને અર્થ કરી શકાય છે. ત્યાં પંચમીતત્પુરુષ સમાસ કરીએ તો દ્રવ્યતઃ સ્થિરતા = દ્રવ્યથી કેવલ બહાર-બહારની સ્થિરતા તે દ્રવ્યસ્થિરતા, મન-વચન અને કાયાના યોગોની ચેષ્ટાને રોકવી તે દ્રવ્યસ્થિરતા. અગ્નિશર્મા અથવા કમઠતાપસ આદિ તાપસોની દ્રવ્યથી કરાયેલી સ્થિરતા. સપ્તમીતત્પુરુષસમાસ કરીએ તો દ્રવ્ય સ્થિરતા इति द्रव्यस्थिरता ધનાદિ દ્રવ્યને વિષે સ્થિર થવું તે મમ્મણશેઠની જેમ. તૃતીયાતત્પુરુષ સમાસ કરીએ તો દ્રવ્યન સ્થિરતા શરીરમાં થયેલા વાત, પિત્ત અથવા કફાદિ રોગોના કારણે શરીરનું સ્થિર થઈ જવું. જેમ લકવાથી શરીર સંચરણરહિત બને છે તેમ. અને કર્મધારયસમાસ કરીએ તો દ્રવ્યરૂપા સ્થિરતા તે દ્રવ્યસ્થિરતા, આ દ્રવ્યસ્થિરતા બે પ્રકારની છે એક આગમથી અને બીજી નોઆગમથી.
=
=
સ્થિરતા પદનો અર્થ જે જાણે પરંતુ તેની પ્રરૂપણા કરવાના અવસરે ઉપયોગ ન હોય તે આગમથી દ્રવ્યસ્થિરતા જાણવી. જ્ઞાન માટે આગમ, પરંતુ ઉપયોગ નથી માટે દ્રવ્યથી. આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવા રૂપ ઉપયોગથી શૂન્ય અથવા સાધ્યદશા વિનાના જીવની