Book Title: Gyansar Astak tatha Gyanmanjari Vrutti Part-1
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Samiti

View full book text
Previous | Next

Page 147
________________ ૧૧૪ મોહત્યાગાષ્ટક - ૪ જ્ઞાનસાર પુનર્તદેવ માવતિ = ફરીથી આ જ વાત વધારે સ્પષ્ટપણે સમજાવે છે. शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम । नान्योऽहं, न ममान्ये, चेत्यदो मोहास्त्रमुल्बणम् ॥२॥ ગાથાર્થ - શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું અને શુદ્ધ જ્ઞાન એ જ મારો ગુણ છે. એ વિના અન્ય હું કોઈ નથી અને મારું કોઈ નથી. આવા પ્રકારનું તત્ત્વચિંતન-તત્ત્વમનન એ જ મોહને મારનારું પ્રબળ શસ્ત્ર છે. રા ટીકા :- “શુતિ"-શુદ્ધ-નિઃ -સન્નપુર્દૂનાગ્નેતિ જ્ઞાનવર્શનવરિત્રवीर्याव्याबाधामूर्ताद्यनन्तगुणपर्याय-नित्यानित्याद्यनन्तस्वभावमयः, असङ्ख्यप्रदेशी, स्वभावपरिणामी, स्वरूपकर्तृत्वभोगकर्तृत्वादिधर्मोपेतः आत्मा शुद्धात्मा, तदेव शुद्धात्मद्रव्यमेवाहम्, अनन्तस्याद्वाद-स्वसत्ताप्राग्भावरसिकः, अनवच्छिन्नानन्दपूर्णपरमात्मा, परमज्योतीरूपः अहम्, शुद्धं निरावरणं सूर्यचन्द्रादिसहायविकलप्रकाशं, एकसमये त्रिकालत्रिलोकगतसर्वद्रव्यपर्यायोत्पादव्ययध्रौव्यावबोधकं ज्ञानं मम गुणः, अहं कर्ता ज्ञानस्य, मे कार्य ज्ञानम्, ज्ञानकरणान्वितः ज्ञानपात्रः ज्ञानाद् जानन् ज्ञानाधारः अहम्, ज्ञानमेव मम स्वरूपम्, इत्यवगच्छन् अन्ये धर्माधर्माकाशपुद्गलास्ततोऽन्यो जीवपदार्थः, जीवपुद्गलसंयोगजपरिणामः अन्यः सर्वः, अहं न, मत्तः भिन्ना एव एते पूर्वोक्ता भावाः, मम द्रव्यादिचतुष्टयेन भिन्नत्वात् । વિવેચન :- હું શુદ્ધ આત્મદ્રવ્ય જ છું. શુદ્ધ એટલે અત્યન્ત નિર્મળ, સર્વ પ્રકારના પુદ્ગલોના આલિંગનથી રહિત, અલ્પ પણ નથી પુદ્ગલનો સંબંધ જેને એવો કેવલ એકલો મારો આત્મા એ જ હું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અવ્યાબાધ સુખ, અમૂર્તતા વગેરે વગેરે અનંત ગુણ-પર્યાયવાળો હું છું, આવા પ્રકારના સ્વાભાવિક અનંત ગુણો અને સ્વાભાવિક અનંત પર્યાયો એ જ મારું સ્વરૂપ છે, પુગલોની સાથે જોડાવું એ મારું સ્વરૂપ નથી. દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય, ગુણ-ગુણીભાવે ભિન અને તાદાભ્યસંબંધથી અભિન, આમ નિત્યાનિત્ય, ભિન્નાભિન, એકાનેક, વાચ્યાવાચ્ય, સામાન્ય-વિશેષ, અસ્તિ-નાસ્તિ ઈત્યાદિ પરસ્પર વિરુદ્ધ દેખાતા પણ વિવિધ નયોની અપેક્ષાએ સમન્વય પામતા એવા અનંત સ્વભાવમય હું છું. તથા લોકાકાશપ્રમાણ અસંખ્ય આત્મપ્રદેશોવાળો હું આત્મા છું. શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ હું મારી સ્વભાવદશામાં જ પરિણામ પામનારો પદાર્થ છું. (વિભાવદશા

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233