________________
જ્ઞાનમંજરી
મનાષ્ટક - ૨
૬૫
ટીકા :- ‘‘જ્ઞાનમયનસ્યંતિ’’-જ્ઞાનમ નસ્ય આત્મસ્વરૂપોપન્ધિયુક્તસ્ય યત્ શર્મसुखं, स्पर्शज्ञानानुभवानन्दः, तद् वक्तुं नैव शक्यते, अतीन्द्रियत्वाद् अवाग्गोचरत्वात् । तद् अध्यात्मसुखं प्रिया-मनोज्ञेष्टवनिता, तस्याः आश्लेषैः - आलिङ्गनैः, तथा चन्दनद्रवैःचन्दनविलेपनैर्नोपमीयते । यतः स्त्रक्चन्दनाङ्गनादिजं सुखं वस्तुतः न सुखम्, आत्मसुखभ्रष्टैः (नष्टैः) सुखबुद्ध्या आरोपितम्, लोके पुद्गलसंयोगजमारोपसुखं जात्या दुःखमेव । उक्तञ्च विशेषावश्यके
“નત્તો વિત્ર પર્વ્યવવું, સોમ્ન ! મુદ્દે સ્થિ મુવમેવેવું । तप्पडियारविभत्तं, तो पुण्णफलं पि दुक्खं ति ॥२००५ ॥ विसयहं दुक्खं चिय, दुक्खपडियारओ त्तिगिच्छव्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥ सायासायं दुक्खं, तव्विरहंमि य सुहं जओ तेणं । देहेंदिएस दुक्खं, सुक्खं देहेंदियाभावे ॥२०११॥
વિવેચન :- જ્ઞાનમાં મગ્ન બનેલા મુનિને એટલે કે આત્માના રત્નત્રયીમય શુદ્ધ સ્વરૂપના સુખની ઉપલબ્ધિ (અનુભવ)વાળા મુનિને જે સુખ છે, આત્મિક ગુણોની સ્પર્શનાવાળા જ્ઞાનસંબંધી અનુભવનો જે આનંદ છે અર્થાત્ આધ્યાત્મિક સુખ છે તે રસનેન્દ્રિય દ્વારા કહી શકાય તેમ નથી. કારણ કે તે સુખ ઈન્દ્રિયગ્રાહ્ય નથી અને વાણીથી ગોચર નથી, ગુણોના અનુભવનું તે સુખ તો “જે માણે તે જ જાણે'' શબ્દાતીત છે, વાણીથી અગોચર છે.
આ સંસારમાં ભોગી જીવનાં જે જે ભોગસુખો છે તેમાં સર્વશ્રેષ્ઠ ગણાતું કામિનીના સંગનું સુખ અને ચંદનનું (પાંચ ઈન્દ્રિયોના વિષયનું) જે સુખ છે તેની સાથે પણ ન સરખાવી શકાય તેવું આ આધ્યાત્મિક સુખ છે. આમ જણાવતા ગ્રન્થકારશ્રી ઉત્તરાર્ધમાં બે ઉપમાઓ આપીને તેની સાથે ન સરખાવી શકાય તેવું આ સુખ છે આમ જણાવતાં કહે છે કે
પ્રિયા એટલે મનને હરનારી, રૂપાળી, સુંદર હાવભાવ કરનારી અને મનને અતિશય ઈષ્ટ એવી જે પત્ની, તેવા પ્રકારની સ્ત્રીના શરીરની સાથેના આલિંગનવાળા સુખની સાથે પણ આધ્યાત્મિક સુખ સરખાવી શકાતું નથી (અહીં પુરુષને આશ્રયી આ વિધાન છે એવી જ રીતે સ્ત્રીને આશ્રયી પ્રિય અને મનવાંછિત પતિના શરીરની સાથેના આલિંગનવાળા સુખની સાથે પણ ન સરખાવી શકાય તે સ્વયં સમજી લેવું.) તથા ચંદનનું જે વિલેપન છે તે અતિશય શીતળતા આપનારું છે. માટે સંસારમાં સુખદાયી કહેવાય છે. (આ સ્પર્શનેન્દ્રિયના