________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ પરંતુ સ્વભાવમૂઢ (આત્માના શુદ્ધ-નિર્મળ સ્વભાવને નહીં જાણનારો-બ્રાન્ત બનેલો) અને મોહનીયકર્મના ઉદયથી અશુદ્ધપરિણતિરૂપે પરિણામ પામેલો એવો આ આત્મા “અશુદ્ધનિશ્ચયનયથી” રાગાદિ ભાવોનો અને અશુદ્ધ વ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો કર્તા બન્યો છે. જે સ્વરૂપ પોતાનું નથી, પરનું છે તેનો કર્તા વાસ્તવિકપણે આ જીવ નથી. પરંતુ કર્મોના ઉદયની આધીનતાથી અશુદ્ધનયોની અપેક્ષાએ તેમાં તેનું કર્તૃત્વ આરોપાયું છે. નૈગમન થી ઘટ-પટાદિ દૂરતરવર્તી પદાર્થોનું કર્તૃત્વ, અશુદ્ધવ્યવહારનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનું (પરદ્રવ્યોના પરિણમનનું) કસ્તૃત્વ અને અશુદ્ધનિશ્ચયનયથી રાગાદિભાવો (રૂપ અશુદ્ધ એવા ભાવપરિણામો)નું કર્તૃત્વ આ જીવમાં આરોપિત કરાયું છે. તપેલા લોઢાના ગોળામાં રહેલી આગ દાહ કરતી હોવા છતાં તપેલું લોઢું દાહ કરે છે આવું જેમ કહેવાય છે તેમ જીવમાં રહેલા પૂર્વબદ્ધ કર્મોદયજન્ય રાગાદિ ભાવો કર્મોના કર્તા હોવા છતાં તે રાગાદિ ભાવો જીવમાં વ્યાપેલા હોવાથી જીવ કર્મોનો કર્તા છે આમ જીવમાં કર્તા તરીકેનો ઉપચાર કરાયો છે. આરોપ કરાયો છે.
તપેલા લોઢામાં લોઢું દાહ કરતું નથી પણ તેમાં રહેલ અગ્નિ દાહ કરે છે આવો જ્યારે ખ્યાલ આવે છે ત્યારે તેના ઉપર પાણી નાખીને અગ્નિ-અગ્નિનો જ નાશ કરવામાં આવે છે. ત્યારબાદ શેષ કેવળ એકલું રહેલું લોઢું ક્યારેય પણ દાહ કરતું નથી. (કારણ કે દાહ કરવો એ લોહનો સ્વભાવ હતો જ નહીં) તેમ જીવમાં ભળેલા રાગાદિ ભાવો જ કર્મોના કર્તા છે. જીવ પોતે કર્મોનો કર્તા નથી. આમ હોવાથી નૈગમનય-અશુદ્ધવ્યવહારનય અને અશુદ્ધનિશ્ચયનયથી અનુક્રમે ઘટ-પટાદિ બાહ્યપુલસ્કંધોનો, જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મોનો અને રાગાદિ ભાવકનો આ જીવ કર્તા હોવા છતાં પણ સ વિ સનકુવરઃ = તે જ જીવ જ્યારે પોતાના સ્વાભાવિક આત્મગુણોના આનંદના સુખની રુચિવાળો બને છે અને સત્ય સમજે છે. ત્યારે તેને ભાન થાય છે કે અનન્ત અને અવિનાશી એવા મારા પોતાના શુદ્ધસ્વરૂપના સુખવાળો (સુખમય) મારો આત્મા છે. હું આ પરદ્રવ્યની પરાધીનતામાં (બબાલમાં) ક્યાં ફસાયો ? આવું જ્યારે ભાન થાય છે ત્યારે પોતાના આત્માને આવો પરદ્રવ્યથી ભિન્ન જાણીને ભેદજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા (પરદ્રવ્યના સુખથી ઉભગીને) પોતાના ગુણોના જ સુખના પરમાનન્દનો ભોગી આ જીવ બને છે. તેથી પરભાવોનો કર્તા નથી. પરંતુ આત્મા જ્ઞાનસ્વભાવી હોવાથી પરભાવોનો જ્ઞાતા માત્ર જ છે (કર્તા નથી).
अत्र प्रस्तावना-अयं हि आत्मा स्वनिःसपत्नसङ्गाङ्गितया स्वीयविशेषस्वभावानां स्वगुणकरणेन सत्प्रवृत्तिमतामपि स्वगुणकरणावरणेन ज्ञानचेतनावीर्यादिक्षयोपशमानां परानुयायिनां तत्सहकारेण च कर्तृत्वादिपरिणामानां परकर्तृत्वादिविभावपरिणमनेन