________________
જ્ઞાનમંજરી
પૂર્ણાષ્ટક - ૧
૧૯
‘‘અપૂર્ણાં: ’’ સાધાત્મગુળ: ‘‘પૂર્ણતાં’’ ‘“તિ-’’ પ્રાપ્નોતિ । તુ=પુન: પૂર્વમાળ: પુસ્ાણૈ:, हीयते पूर्णानन्देन, पुद्गलैः पूर्यमाणस्य आत्मानन्दो हीयते एव । अयं ज्ञानगोचरीभूतः पूर्णानन्दस्वभावः जगदद्भुतदायकः अस्ति इति । पूर्णानन्दस्वभावस्येयमद्भुततापरसङ्गत्यागे वृद्धिः, परभावपूरणे हानि: ।
જે આત્મા અંતરંગ વૈરાગ્ય અને ત્યાગની પરિણતિપૂર્વક પુદ્ગલાત્મક પરદ્રવ્યોના બંધનોનો સર્વથા પરિત્યાગ કરવાની અતિશય રુચિવાળો છે. તે આત્મા જેમ જેમ પુદ્ગલો વડે અપૂર્ણ બને છે (પુદ્ગલોના બંધન અને પૌદ્ગલિક સુખોની વાસના છોડીને ત્યાગી બને છે) તેમ તેમ બંધનો અને બંધનોની સારસંભાળની ચિંતાથી મુક્ત થતાં સાધક દશા વૃદ્ધિ પામતાં આત્માના ગુણો વડે પૂર્ણતાને પામે છે. બાહ્ય ભાવોની ચિંતાથી અને મોહથી મુક્ત બનેલો આ સાધક આત્મા આન્તરિક ગુણોની સારી રીતે સાધના કરી શકે છે. માટે જ બાહ્ય ભાવોથી હીન આત્મા આન્તરિક ગુણોની વૃદ્ધિવાળો બને છે. પરંતુ બાહ્ય એવા પુદ્ગલના પદાર્થો વડે અને તેવા તેવા પ્રકારના પૌદ્ગલિક સુખો વડે પૂર્ણ બનતો જતો એવો તે આત્મા (પરદ્રવ્યોના બંધનોમાં ઝકડાવાના કારણે) આત્મગુણોની સાધના અને તેના સંબંધી પરમ આનંદ પામવાની બાબતમાં હાનિ પામે છે. સારાંશ કે પુદ્ગલોના બંધનો વડે પૂરાતા (ઝકડાતા, બંધનોમાં ફસાતા) એવા તે આત્માનો આત્મિક ગુણોનો પરમાનન્દ હાનિ પામે છે.
આ પૂર્ણાનન્દસ્વભાવ જ્ઞાનાદિ આત્મિક ગુણોની રમણતા રૂપ અનુભવના વિષયવાળો છે અને તે જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરનારો છે. કારણ કે જગતમાં ગાડી, વાડી અને લાડીનાં પૌલિક સુખો જેમ જેમ વધે છે તેમ તેમ સંસારમાં વિકાસ કર્યો, આગળ વધ્યો, વૃદ્ધિ પામ્યો, ઘણી સિદ્ધિ મેળવી આમ કહેવાય છે અને હાલ જે વાત ચાલે છે તે તેનાથી સર્વથા ઉલટી છે. આ પૂર્ણાનન્દસ્વભાવની આવા પ્રકારની અદ્ભુતતા છે કે પરદ્રવ્યના સંગનો જેમ જેમ ત્યાગ થાય તેમ તેમ પૂર્ણાનંદ વૃદ્ધિ પામે છે અને પરદ્રવ્યોના સંગાત્મક પરભાવદશા જેમ જેમ વૃદ્ધિ પામે છે તેમ તેમ પૂર્ણાનન્દસ્વભાવ હાનિ પામે છે. પરનો સંગ ઘટે તો પૂર્ણાનન્દ વૃદ્ધિ પામે અને પરનો સંગ વધે તો પૂર્ણાનન્દ હાનિ પામે. આવો પૂર્ણાનન્દનો સ્વભાવ છે. જે સંસાર-રસિક જીવોને ન સમજાય તેવો છે.
अत्र भावना-आत्मनः सकलस्वरूपाविर्भावानुभावोत्पन्नानन्दः, जगति-लोके अनादिप्रवृत्तिप्रवृत्ते पुद्गलानन्दभोक्तरि विस्मयरूपः । शुद्धतत्त्वपूर्णानां तु स्वरूपत्वाद् न विस्मयः । अत एव पूर्णानन्दसाधनभूते विशुद्धसम्यग्रत्नत्रयसाधने यत्नो विधेय કૃતિ ॥૬॥