________________
જ્ઞાનમંજરી
આ આત્માનો જ્યારે શુક્લપક્ષ શરૂ થાય છે ત્યારે સમ્યક્ત્વ-દેશવિરતિ-સર્વવિરતિઅનંતાનુબંધીકષાયની વિસંયોજના અને શ્રેણી ઈત્યાદિ આરોહણભાવોનો યોગ સંભવતો હોવાથી અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય ઈત્યાદિ કર્મબંધના હેતુભૂત કલુષિત ભાવોની હાનિ થતી જતી હોવાથી “ચેતનાપર્યાય” (જ્ઞાનપર્યાય) અને વીર્યપર્યાય (ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવા રૂપ ક્રિયાપર્યાય) અતિશય શોભા પામે છે. જ્યારે કૃષ્ણપક્ષ હતો ત્યારે અનાદિકાળથી જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમભૂત ચેતનાપર્યાય અને વીર્યાન્તરાયકર્મના ક્ષયોપશમભૂત વીર્યપર્યાય મિથ્યાત્વ અને અવિરતિભાવની સાથે એકમેક હોવાથી સંસારનો હેતુ બનતો હતો. પ્રગટ થયેલી સમસ્ત બુદ્ધિ અને મન-વચન-કાયાની સમસ્ત પ્રવૃત્તિ મિથ્યાત્વવાળી, અવરિત ભાવવાળી અને કાષાયિક ભાવવાળી હતી. તેથી નિરન્તર કર્મબંધનું જ અને તેનાથી સંસારવૃદ્ધિનું જ કારણ બનતી હતી. તેથી તેવો ચેતનાપર્યાય (બુદ્ધિ) અને વીર્યપર્યાય (પ્રવૃત્તિ) શોભા પામતા ન હતા. આત્માને સુખનો હેતુ ન હતો, પણ દુ:ખનો જ હેતુ હતો. માટે આ આત્માની આત્મસ્વરૂપને સાધી આપે એવી સાધનાત્મકાવસ્થા (સાધકાવસ્થા) જ પ્રશંસનીય ગણાય. પણ કર્મબંધ કરાવે-સંસારમાં રઝળાવે એવી બાધકાવસ્થા શોભા ન પામે. કૃષ્ણપક્ષમાં બાધકાવસ્થા અને શુક્લપક્ષમાં સાધકાવસ્થા હોય છે. કૃષ્ણપક્ષ અને શુક્લપક્ષનું સ્વરૂપ આ પ્રમાણે છે .
પૂર્ણાષ્ટક - ૧
-
-
जेसिमवड्डपुग्गलपरिअट्टो सेसओ य संसारो ।
ते सुक्कपक्खिया खलु, अवरे पुण किण्हपक्खीया ॥७२॥
૨૫
(શ્રાવકપ્રજ્ઞપ્તિ ગાથા-૭૨)
નો જિરિયાવાડું સો, મળ્યો નિયમ (૫) સુવ પવસ્ત્રીયો । अंतो पुग्गलपरिअट्टस्स, उ सिज्झइ नियमा ।
इति दशाश्रुतस्कन्धचूर्णौ ( षष्ठी दशा अक्रियावादिस्वरूपम् )
જે આત્માઓનો સંસાર અપાર્ધપુદ્ગલપરાવર્તન માત્ર જ શેષ હોય છે. તે જીવો અવશ્ય શુક્લપાક્ષિક કહેવાય છે અને બાકીના જીવો (કે જેઓનો સંસાર અપાર્ધપુદ્ગલ પરાવર્તનથી અધિક હોય છે તે જીવો) નિયમા કૃષ્ણપાક્ષિક હોય છે.
જે ક્રિયાવાદી જીવો છે તે નિયમા ભવ્ય અને નિયમા શુક્લપાક્ષિક હોય છે અને અર્ધપુદ્ગલપરાવર્તનકાલમાં નિયમા સિદ્ધિપદને પામનારા હોય છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં કહ્યું છે કે -