________________
૧૬
પૂર્ણાષ્ટક - ૧
જ્ઞાનસાર
આમ માનીને કાદવ-કીચડ રૂપ પરદ્રવ્યજન્ય પૂર્ણતાને જ પૂર્ણતા માની લે છે અને હર્ષિત થઈ મોહદશામાં સમય પસાર કરે છે. અનંત જન્મ-મરણની પરંપરા વધારે છે.
પરંતુ આવા પ્રકારના-મિથ્યાત્વમોહના વિકલ્પો વિનાના જીવો બે પ્રકારના હોય છે. ચોથાથી બારમા ગુણઠાણા સુધીના જીવો અને તેરમા-ચૌદમા ગુણઠાણાવાળા તથા સિદ્ધપરમાત્માના જીવો. ચોથાથી બારમા ગુણઠાણા સુધીના જે જીવો છે તે ભેદરત્નત્રયી વાળા છે. સાધકાવસ્થાવાળા છે. સવિકલ્પદશા વાળા છે અને તેરમા-ચૌદમા ગુણઠાણાવાળા જીવો તથા સિદ્ધપરમાત્માના જીવો અભેદરત્નત્રયીવાળા છે, સિદ્ધાવસ્થાવાળા છે અને નિર્વિકલ્પદશાવાળા છે. આ સર્વે જીવો મિથ્યાત્વમોહના ઉદય વિનાના છે તેથી પરદ્રવ્યને પરદ્રવ્ય સમજી તેની પૂર્ણતાને ઉપાધિજન્ય-પૂર્ણતા માની ત્યજે છે. તેનાથી દૂર રહે છે. સ્વગુણોની પૂર્ણતાને જ સાચી પૂર્ણતા માને છે. તેને જ પ્રાપ્ત કરવા પ્રથમ કક્ષાના જીવો (ચોથાથી બારમા ગુણસ્થાનક વાળા જીવો) પ્રયત્ન કરે છે. તે જીવોને તે જ સાધ્ય હોય છે. તે સ્વગુણની પૂર્ણતાને પ્રાપ્ત કરવા જ મનમાં વિકલ્પો કરે છે. તેથી સવિકલ્પાવસ્થાવાળા હોય છે અને બીજી કક્ષાના જીવો (તેરમા-ચૌદમા વાળા અને સિદ્ધના જીવો) સ્વગુણોની પૂર્ણતાને પામી ચૂક્યા હોય છે. માટે પ્રાપ્ત કરવાના વિકલ્પો હોતા નથી. તેથી નિર્વિકલ્પાવસ્થાવાળા કહેવાય છે. પ્રાપ્ત થયેલા ગુણોમાં અભેદભાવે રમણતા કરનારા હોય છે. તેથી તે જીવોને અભેદ રત્નત્રયીવાળા કહેવાય છે.
પંક્તિઓનો અર્થ આ પ્રમાણે છે - સ્વરૂપભ્રષ્ટ આત્માઓને પરોપાધિજન્ય પૂર્ણતા હોય છે. પરંતુ મિથ્યાત્વમોહના વિકલ્પો વિનાના જીવોમાં ચારથી બાર ગુણઠાણાવાળા આત્મદશાના સાધક એવા આત્માઓને ક્ષાયોપશમિક ભાવના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રાત્મક આ ત્રણ ગુણો કે જે દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય એમ ભિન્ન ભિન્ન કર્મોના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તે ભેદ રત્નત્રયી સ્વરૂપ જે પૂર્ણતા છે. તે આત્માની ગુણાત્મક સ્વાભાવિક પૂર્ણતા છે. તેમાં પરદ્રવ્યનો લેશમાત્ર અંશ નથી માટે પરોપાધિજન્ય પૂર્ણતા નથી, સ્વાભાવિક આત્મધનની પૂર્ણતા છે. તો પણ ક્ષાયોપમિક ભાવની આ પૂર્ણતા હોવાથી તેને પ્રગટ કરવા નવો નવો અભ્યાસ કરવાનો હોવાથી “આવું ધર્મકાર્ય કરું તો ગુણ પ્રગટ થશે કે બીજું ધર્મકાર્ય કરું તો ગુણ પ્રગટ થશે” આવા માનસિક સાધકદશાના વિકલ્પોવાળી દશા હોવાથી સવિકલ્પક પૂર્ણતા છે અને તે પણ યોગસંન્યાસ દશાવાળો સામર્થ્યયોગ પ્રગટે ત્યારે ક્ષાયિકભાવ આવવાથી ક્ષાયોપમિક ભાવની આ પૂર્ણતા ક્ષય થતી હોવાથી નિર્વિકલ્પ અભેદરત્નત્રયીરૂપ પૂર્ણતા આપીને વિરામ પામનારી આ પૂર્ણતા