________________
વિણાધારિણી મા શારદાના સેવકે પણ સમગ્ર વિશ્વમાં સંગીતમય વાતાવરણ સર્જવા કટિબદ્ધ રહેવું જોઈએ. શ્વેત પદ્મના આસન પર બિરાજતી શારદાના ભક્તનું ચરિત્ર પણ શ્વેત અર્થાત્ નિષ્કલંક હોવુ જોઈએ. કમળ કાદવથી અલિપ્ત રહે છે તેમ સાચા સારસ્વતોનો વિકાસ પર પરિસ્થિતિ નિરપેક્ષ હોય છે. આસપાસના સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારથી મુક્ત રહેવાની (જલકમલવતુ) કલા સારસ્વતે હસ્તગત કરવી જોઈએ. સાચો સારસ્વત ચાલતા પ્રવાહમાં વહેવા નહીં પરંતુ વહેતા પ્રવાહને યોગ્ય દિશામાં વાળવા માટે જન્મ્યો હોય છે.
મા સરસ્વતીના હાથમાં રહેલું પુસ્તક એ જ્ઞાનનું પ્રતીક છે તો માળા એ ભક્તિનું પ્રતીક છે. જ્ઞાન અને ભક્તિ વગરનું કોઈપણ કામ કર્મયોગની કક્ષાને આંબતું નથી. ભાવ વગરનું સર્જન, જ્ઞાન વગરનું પાલન અને સમજ્યા વગરનો સંહાર ભારે અનર્થ સર્જે છે. તેથી જ . તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા મુખ્ય દેવો પણ પોતાના કાર્યારંભે સરસ્વતી વંદના કરે છે.
કલાની અધિષ્ઠાત્રી મા શારદાનું વાહન મયૂર છે. બધા જ કલાકારો તેમ જ જ્ઞાનવાહકો મા શારદાનું વહન કરનારા મયૂર જ છે. મોર જો મોરપિચ્છને ખેરવી નાખે તો મોર પોતે જ બેડોળ લાગે છે મોરનું મોરપિચ્છ તો ગોપાલકૃષ્ણના માથે જ બિરાજે છે. સાચા સારસ્વતોની જો સમાજ ઉપેક્ષા કરે તો તે સમાજ પોતાનું ગૌરવ ખોઈ બેસે છે, સારસ્વતોને તો ભગવાન પોતાને માથે ચડાવે છે. આ વાત ધ્યાનમાં રાખીને સાચા વિદ્વાને મોટાઈ મેળવવા માટે કદી પણ કોઈની લાચારી કે ખુશામત કરવી જોઈએ નહીં. લાચાર ને નિસ્તેજ માણસને કદી શારદાના મંદિરમાં પ્રવેશ મળતો નથી.
કાકા કાલેલકરે યોગ્ય જ કહ્યું છે કે, શારદા મંજુલહાસિની બાલા નથી, મનમોહિની મુગ્ધા નથી, વિલાસચતુર પ્રૌઢા નથી, તે તો નિત્યયૌવના પણ સ્તન્યદાયિની માતા છે. મા શારદાના સ્તન્ય (દૂધ)નો જે હોઠને સ્પર્શ થયો તે હોઠ અપવિત્ર વાણી ઉચ્ચારે નહીં, નિર્બળતાના