________________
૩. સ્વભાવમાં પરિવર્તન આવે છે – જિદીપણું, ચીડિયાપણું, અસ્થિરતા,
ક્રોધ, રઘવાટ તથા વ્યાકુળતાની મનોવૃત્તિનું નિરાકરણ થાય
૪. મન શાંત અને પ્રફુલ્લિત બને છે. ૫. એકાગ્રતા વધે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. ૬. ભણવામાં મન લાગે છે. ૮. માથાનો દુખાવો તથા અનિદ્રાનો રોગ દૂર થાય છે.
એક્યુપ્રેશર ચિકિત્સા એ આંગળીઓનાં ટેરવાંને મસ્તિષ્ક કહ્યાં છે. તેમને દબાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે તથા મસ્તિષ્કની ક્ષમતા વિકસે છે. અંગૂઠાના ઉપરના છેડાની પાસેની જગ્યા પિયૂટરી તથા પિનીયલનું કેન્દ્ર છે. પિયૂટરી મુખ્ય ગ્રંથિ છે. શારીરિક સંતુલન તથા વ્યક્તિત્વ વિકાસમાં આ ગ્રંથિઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. તે દબાવવાથી ભાવોમાં મૈત્રી, કરુણા, અભય, સ્થિરતા, ઋજુતા વગેરે શાંત ભાવો પ્રગટ થવા લાગે છે. જ્ઞાનમુદ્રા રાખીને મસ્તક ઉપર પીળા રંગનું ધ્યાન જપ કરવાથી સ્મૃતિ તેમજ જ્ઞાનનો વિકાસ થાય છે. તેનાથી મેઘાશક્તિના વિકાસ માટેની તક તો મળે જ છે, સાથોસાથ સ્નાયુમંડળ પણ શક્તિશાળી બને છે. જેથી ભણતી વખતે આળસ, તંદ્રા, નિદ્રા વગેરેથી વાચક અપ્રભાવિત રહે છે.
સાવચેતી - જ્ઞાનવિકાસની ઇચ્છુક વ્યક્તિએ તીવ્ર ખાટા તથા ચપટા પદાર્થોનું સેવન વધુ ન કરવું જોઈએ. અતિ ઉષ્ણ તથા અતિ ઠંડા પદાર્થોનું સેવન પણ તેને માટે વર્જનીય છે. પાનપરાગ, સોપારી, ગુટકા, તમાકુ વગેરેના સેવનથી પણ તેણે દૂર રહેવું જોઈએ.
ટેબલ, ખુરશી અથવા પાટ પર બેસીને પગને અનાવશ્યક રીતે હલાવવા ન જોઈએ. બીજાની નિંદા, ઈર્ષ્યા કે ધૃણાથી દૂર રહેવું જોઈએ. જ્ઞાન તથા જ્ઞાનનો તિરસ્કાર અને અવહેલના ન કરવા જોઈએ. જ્ઞાનનો જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૧૫