________________
૨૩. બુદ્ધિ અર્ને સ્મૃતિવર્ધક આયુર્વેદિક ઔષધિ પ્રયોગો
૧.. સ્મૃતિને વધારવા માટે જે પ્રયોગો અહીં રજૂ કરવામાં આવ્યા છે
તે સરળ છે પ્રમાણમાં સસ્તા પણ છે અને જાતે કરી શકાય તેવા પણ છે. છતાં જરૂર જણાય તો તેમાં કોઈ યોગ્ય અનુભવી ચિકિત્સકની મદદ લેવી. જે ઔષધિઓનો પ્રયોગ કરવાની ઇચ્છા હોય, તે ઔષધિ બનતાં સુધી જાતે જ બનાવવી કે જાતદેખરેખ નીચે બનાવરાવવી. તેમાં વાપરવાની વસ્તુઓ (દ્રવ્યો) બને તેટલી ઊંચી અને કસવાળી હોવી જોઈએ. કસ વિનાની વસ્તુઓ વાપરવાથી ફાયદો થવાનો
સંભવ નથી. ૩. વિશ્વાસપાત્ર – આયુર્વેદિક કારખાનામાં બનેલી ઔષધિ વાપરવાને
હરકત નથી. ૪. જે ઔષધિઓમાં ખાસ વિધિ કરવાનો હોય, અથવા પરેજી
પાળવાની હોય, તેમાં અવશ્ય તે પ્રમાણે વર્તવું. ૫. મધ અને ઘી કહેલાં હોય, તે સમભાગે ન લેતાં ઓછાવત્તા
લેવાં. મધની જગ્યાએ સાકર ચાસણી લેવી.
(૨૦)
૧૨૦
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના