Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 158
________________ પીંપર ચૂર્ણ લીંડીપીપરનું ચૂર્ણ મધ અને ઘીની સાથે એક વર્ષ પર્યત લેવાથી સ્મૃતિ તેજસ્વી થાય છે. અપાયાગાદિચૂર્ણ અધેડો, વજ, સૂંઠ, વાવડીંગ, સતાવરી, ગળો અને હરડેનું ચૂર્ણ ઘીની સાથે પ્રતિદિન વાપરવાથી એક હજાર ગ્રંથો ધારણ કરવા જેટલી સ્મૃતિ પેદા થાય છે. ધાત્રી ચૂર્ણ આંબળાનું ચૂર્ણ ૩૬પ તોલા લઈને તેના સ્વરમાં જ ભીંજાવવું. પછી ૧૨૮ તોલા મધ અને ૧૨૮ તોલા ઘી, ૩૨ તોલા પીંપર અને ૬૪ તોલા સાકર, એ બધું એક ઘડામાં ભરીને તેને ધાન્યતા ઢગલામાં એક વર્ષ પર્યત રાખી મૂકવું. એ રીતે તૈયાર થયેલી ઔષધિનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવું. (સ્મરણકલા પુસ્તિકાને આધારે) સનસાધના અને સરસ્વતી વંદના ૧૨૫

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166