Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 156
________________ ચંદ્રપ્રભાવટી : ચંદ્રપ્રભાટી નં. ૧ નું સેવન લાંબો વખત કરવાથી તે બુદ્ધિ અને સ્મૃતિને વધારે છે. અશ્વગંધાધિ અવલેહ : અશ્વગંધા, અજમોદ, કાળીપાટ, સૂંઠ, મરી, લીંડીપીપર, વરીયાળી, સતાવરી અને સિંધવ સમાન ભાગે લેવા તે બધાના વજનથી અરધાં વજન લઈને ચૂર્ણ બનાવવું. હંમેશા ગા તોલાથી ૨ તોલા જેટલું ખાવું તે પતી જાય ત્યારે દૂધનું ભોજન કરવું. એના સેવનથી સ્મૃતિ એક હજા૨ ગ્રંથ ધારણ કરવા જેટલી તીવ્ર બને છે. ચ્યવન - પ્રાશાવલેહ : અષ્ટવર્ણયુક્ત ચ્યવનપ્રાશાવલેહ રોજ સવારે ૧ તોલા જેટલો લઈ, ઉ૫૨ દૂધ પીવાથી મગજ પુષ્ટ થઈ સ્મૃતિમાં સુધારો થાય છે. આ પ્રયોગ ઓછામાં ઓછો ત્રણ માસ પર્યંત કરવો જોઈએ. તેને બનાવવાની રીતે કોઈપણ પ્રસિદ્ધ આયુર્વેદિક ગ્રંથમાંથી મળી શકશે. રસોઃ બૃહદ સુવર્ણમાલિની, વસંતકુસુમાકર રસ તથા પૂર્ણ ચંદ્રોદય, એ ત્રણ પૈકી કોઈનું પણ વિધિપૂર્વક સેવન કરવાથી બુદ્ધિ સતેજ થાય છે અને સ્મૃતિ સુધરે છે. સારસ્વત ચૂર્ણ : ૧૧ કુષ્ઠ, અશ્વગંધા, સંચળ, અજમોદ, જીરૂ, શાહજીરૂ, સૂંઠ, મરી, પીંપર, કાળીપાટ અને શંખાવલી એ પ્રત્યેક સમાન ભાગે લઈ તેની બરાબર વજ લેવો.એનું ચૂર્ણ બનાવી બ્રાહ્મીના રસમાં ૭ દિવસ સુધી છૂટવું. પછી તેને સુકવી લેવું. આ ચૂર્ણ ઘીના સાથે ૨ તોલો પર્યંત સાત દિવસ સુધી લેવું. એના પ્રભાવથી સ્મૃતિ ઘણી સુધરી જાય છે. ગળો, અધેડો, વાવડીંગ, શંખાવલી, બ્રાહ્મી, વજ, સૂંઠ અને સતાવરી સરખા ભાગે લઈ તેનું ચૂર્ણ કરવું. ઘીની સાથે સેવન કરવાથી જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના ૧૨૩

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166