________________
મોર એના કલાકલાપના કારણે મુનિઓનાં મન ચળાવનારો હોવા છતાં, લોકકલ્પનાએ એને ભોગવિમુખ લેખ્યો છે. ઉચ્ચ સર્જકતાનો સંયમ સાથેનો સંબંધ એમાં ઇંગિત છે. વિજ્ઞાન, કલાપીના કલાનર્તનને જાતીયવૃત્તિના નિદર્શનરૂપ લેખે છે. એમાં પણ આધુનિક માનસશાસ્ત્ર અનુસાર સર્જકતાનો જાતીયવૃત્તિના આવિષ્કરણે - અને અનિવાર્ય ઊર્ધીકરણ – સાથેનો સંબંધ ઇંગિત લેખી શકાય.
પાંખ હોવા છતાં મોર સંકટમાં આવી પડતાં સ્વરક્ષણના હેતુસર, પગનો એ વધુ ઉપયોગ કરે છે. સર્જકતા ઉડ્ડયનોમાં રાચતી હોવા છતાં સ્થળવિહારી છે : કલાસર્જન કોઈ ને કોઈ રીતે નક્કર જગ અનુભવોની ભૂમિ પર જ મંડિતા હોય. મોરનાં હિમગિરી ઉપર બેએક હજાર અને નીલગિરિ ઉપર ચારેક હજાર ફૂટથી ઊંચે દર્શન થતાં નથી. જ્યારે હંસ તો મહાકવિ કાલિદાસના મેઘને કૈલાસનો રસ્તો દાખવતા, આડી હિમમાળને પરશુરામે વધેલા ક્રૌંચ પર્વતના લોકોમાં થઈને વટાવી, પેલી બાજુ આરપાર નીકળી જનાર માનસ-વિહારી છે. અર્થાત્ ઉચ્ચોચ્ચ ઉડ્ડયનશીલ કલ્પનાએ, બન્ને વાહનો પર આસાનીથી સવારી કરી શકતી સરસ્વતીની માફક, સર્જકતા તેમજ વિવેકશક્તિ એ બન્ને પ્રયોજવા જોઈએ.
ભારતીય સંસ્કૃતિની શ્રમણ પરંપરામાં પણ વૈદિક પરંપરાની માફક, સરસ્વતીની ઉપાસના સંસ્કૃતિના ઉગમકાળથી થતી આવી છે. આ અવસર્પિણીના ઉષ:કાળમાં ભગવાન ઋષભદેવની સૃષ્ટિના આદ્યકર્તા તરીકે ગણના થાય છે. તેમણે તેમની પુત્રી બ્રાહ્મીને જમણા હાથે લિપિ શીખવાડી અને એ ક્ષર માતૃકાને લિપિ રૂપે જગતમાં પ્રગટ કરી. એ લિપિ બ્રાહ્મી લિપિ કહેવાઈ અને બ્રાહ્મી વાણીની દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ. જૈન આગમોમાં ભગવતીસૂત્ર સહુથી પ્રાચીન ગણાય છે. આ રીતે બ્રાહ્મી સરસ્વતીને નમસ્કાર કરવામાં આવ્યો છે. વનસાધના અને સરસ્વતી વંદના,...
મut living in this risillumi