________________
ચલાયમાન ચન્દ્ર જેવા વદનવાળી, પ્રસિદ્ધિ પ્રભાવવાળી, સ્વતંત્રતારૂપી રાજ્ય અર્પણ કરનારી, દેવ અને દાનવોના સ્વામીઓના સમૂહો વડે ભક્તિપૂર્વક અનાયાસે સ્તુતિ કરાયેલી, પ્રશંસા પામેલી સંપત્તિવાળા, ચંદન (મલયજ)ના લેપથી અંગની રંગીન પ્રભાવાળી, તેમજ (સ્વર્ગ, મત્સ્ય અને પાતાલરૂપી) ત્રિભુવનને સજીવન કરનારી એવી સુપ્રસિદ્ધ તે ભગવતી દેવી સરસ્વતી મારું રક્ષણ કરો. ૧૨
જે ભવ્ય પ્રાણી પ્રફુલ્લિત ચિત્તપૂર્વક આ અનેક ગુણોથી યુક્ત સ્તોત્ર સવારના પહોરમાં ભણે છે તે મધુર વચનરૂપ અમૃત વડે નૃપતિઓના સમૂહોને પણ એકદમ સ્પષ્ટ રીતે પ્રસન્ન કરે છે. ૧૩.
- જ્ઞાનનો વિકાસ જ વ્યક્તિને સામાન્યમાંથી વિશિષ્ટ બનાવે છે.
*
*
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના