Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 138
________________ ૩. બસ્તિ ઃ ઉત્સર્ગતંત્ર પર અસર કરે છે. ચયાપચય અને મોટા આંતરડાની શુદ્ધિ થાય છે. ૪. કપાલભાતિઃ શ્વસનતંત્રની શુદ્ધિ કરે છે, ચહેરા પર તેજ લાવે છે. ૫. ત્રાટકઃ આંખ (દષ્ટિ) ની શુદ્ધિ થાય છે. એકાગ્રતા વધે છે. સંકલ્પશક્તિ વધે છે. ૬. નીલિઃ પેટના મળની શુદ્ધિ કરે છે. ચરબી, કબજિયાત, મંદાગ્નિ દૂર થાય છે. આ ષટ્કર્મ દ્વારા વાત્ત, પિત્ત અને કફના દોષો દૂર થાય છે. આટલી શુદ્ધિ પછી આસન તરફ આગળ વધવું. યોગાસનઃ મહર્ષિ પતંજલિએ કહ્યું છે, રિશર સુદ્ધમાસનમ્ (યોગસૂત્ર ૨ - ૪૭) સુખપૂર્વકની સ્થિતિને આસન કહે છે. આસનની પૂર્ણ અવસ્થાએ પહોંચવા માટે તેમજ પૂર્ણ અવસ્થામાંથી પાછા આવવા માટે શરીરનું હલનચલન કરવું પડે પરંતુ પૂર્ણ અવસ્થાએ પહોંચીને એમાં થોડા સમય પૂરતું સ્થિર થવાનું છે એને જ યોગાસન કહી શકાય. શરીરની સ્થિતિ, મન અને શ્વાસનો સુમેળ આ આસન. “ઘેરંડ સંહિતા' મુજબ જેટલી જીવયોનિ છે, એટલાં પ્રકારનાં એટલે કે ૮૪ લાખ આસનો છે. એમાંથી ૮૪ આસનો મહત્ત્વનાં છે એમાંથી ૩ર અગત્યનાં આસનોનું વર્ણન આપ્યું છે. આસનો ત્રણ પ્રકારના છે. ૧. ધ્યાનાત્મક આસનો (Meditative Postures) ૨. સંવર્ધનાત્મક આસનો (Cultural Poses). ૩. શિથિલીકરણાત્મક આસનો (Relaxing Postures) શિનસાધના અને સરસ્વતી વંદના ૧૦૫

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166