________________
૩. બસ્તિ ઃ ઉત્સર્ગતંત્ર પર અસર કરે છે. ચયાપચય અને મોટા
આંતરડાની શુદ્ધિ થાય છે. ૪. કપાલભાતિઃ શ્વસનતંત્રની શુદ્ધિ કરે છે, ચહેરા પર તેજ લાવે છે. ૫. ત્રાટકઃ આંખ (દષ્ટિ) ની શુદ્ધિ થાય છે. એકાગ્રતા વધે છે.
સંકલ્પશક્તિ વધે છે. ૬. નીલિઃ પેટના મળની શુદ્ધિ કરે છે. ચરબી, કબજિયાત, મંદાગ્નિ
દૂર થાય છે.
આ ષટ્કર્મ દ્વારા વાત્ત, પિત્ત અને કફના દોષો દૂર થાય છે. આટલી શુદ્ધિ પછી આસન તરફ આગળ વધવું.
યોગાસનઃ મહર્ષિ પતંજલિએ કહ્યું છે, રિશર સુદ્ધમાસનમ્ (યોગસૂત્ર ૨ - ૪૭)
સુખપૂર્વકની સ્થિતિને આસન કહે છે. આસનની પૂર્ણ અવસ્થાએ પહોંચવા માટે તેમજ પૂર્ણ અવસ્થામાંથી પાછા આવવા માટે શરીરનું હલનચલન કરવું પડે પરંતુ પૂર્ણ અવસ્થાએ પહોંચીને એમાં થોડા સમય પૂરતું સ્થિર થવાનું છે એને જ યોગાસન કહી શકાય. શરીરની સ્થિતિ, મન અને શ્વાસનો સુમેળ આ આસન.
“ઘેરંડ સંહિતા' મુજબ જેટલી જીવયોનિ છે, એટલાં પ્રકારનાં એટલે કે ૮૪ લાખ આસનો છે. એમાંથી ૮૪ આસનો મહત્ત્વનાં છે એમાંથી ૩ર અગત્યનાં આસનોનું વર્ણન આપ્યું છે. આસનો ત્રણ પ્રકારના છે.
૧. ધ્યાનાત્મક આસનો (Meditative Postures) ૨. સંવર્ધનાત્મક આસનો (Cultural Poses). ૩. શિથિલીકરણાત્મક આસનો (Relaxing Postures)
શિનસાધના અને સરસ્વતી વંદના
૧૦૫