________________
૧.
કરી શકે છે. બાકીની ૯૦% શક્તિ સુષુપ્ત અવસ્થામાં જ રહે છે, અને - બહાર લાવવામાં ‘યોગવિદ્યા” એ ઉત્તમ સાધનાપદ્ધતિ છે.
પક્રિયા, આસન, પ્રાણાયામ, ક્રિયાયોગ, ધ્યાન વ. કરવાથી વ્યક્તિની શારીરિક તેમ જ માનસિક શક્તિઓ ખીલી ઊઠે છે. આની પ્રાથમિક સમજ લઈ પછી વિદ્યાર્થીઓ અને સાધકોએ પ્રાયોગિક રૂપે શું, કેમ કરવું એ જોઈશું.
શરીરમાં થતી ક્રિયાઓની જાણકારી આપણા શરીરમાં ૯ તંત્ર (Systems) ક્રિયા કરે છે.
અસ્થિ (હાડકાં) તંત્ર (Skeletal system) . ૨. માંસપેશી તંત્ર (Muscular system) ૩. સ્નાયુ (મંડળ) તંત્ર (Nervous system) ૪. ગ્રંથિઓનું હોર્મોન્સ તંત્ર (Endocrine system) ૫. શ્વસનતંત્ર (Respiratory system) ૬. હૃદય - પરિભ્રમણ તંત્ર (Cardio - Vascular system) ૭. પાચનતંત્ર (Digestive system) ૮. મળમૂત્રાદિ વિસર્જન (ઉત્સર્ગ) તંત્ર (Excretory system) ૯. પ્રજનનતંત્ર (Reproductive system)
ઉપરની બધી જ પદ્ધતિઓ કે તંત્ર જો વ્યવસ્થિત કાર્ય કરે તો મોટે ભાગે કોઈ રોગ થવાનો સંભવ નથી. યોગ દ્વારા એનું સંચાલન ખૂબ વ્યવસ્થિત અને સરળ રીતે ચાલે છે. (યોગ એટલે ષક્રિયા, આસન, પ્રાણાયામ, ક્રિયાયોગ, ધ્યાન વ.)
ષટકર્મ છ કર્મ જે જરૂરિયાત મુજબ કરી શકાય. ૧. નેતિઃ આંખ, નાક, કાનનાં સ્વાસ્થમાં મદદ કરે છે. ૨. ધોતિઃ પેટનાં દર્દો અને પાચનક્રિયા પર અસર કરે છે. (૧૦૪]
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૪