________________
શરીર નીરોગી અને પવિત્ર હશે, મન શુદ્ધ અને નિર્મળ હશે તો જ્ઞાનપ્રાપ્તિ ખૂબ સાહજિક બનશે.
ચોગ દ્વારા તન – મનની તંદુરસ્તી : તન – મનની નિર્મળતા / શુદ્ધિ માટે “યોગમાં આસન, પ્રાણાયામ, મુદ્રા, પક્રિયા વ. (હઠયોગ) છે તે જ રીતે અષ્ટાંગયોગ કે રાજયોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એવાં આઠ અંગ બતાવેલાં છે.
- - યોગનો પરિચયઃ
યોગ એ મૂળ તો આધ્યાત્મવિદ્યા પણ છે એ દ્વારા શારીરિક, માનસિક, લાગણીમય અને આધ્યાત્મિક પાસાંઓનો વિકાસ થાય છે તેમજ તે વચ્ચે એક સંતુલન પણ બની રહે છે માટે વિદ્યાર્થી હોય કે અધ્યાત્મવર્ગનો સાધક હોય બંનેને યોગથી ખૂબ લાભ થાય છે. હઠયોગપ્રદીપિકામાં કહ્યું છે,
हठस्य प्रथमांगत्वादासनं पूर्वमुच्यते !
कृत्तिदासनं स्थैर्यमारोग्यं चांगलाधवम !! - સંપૂર્ણ તંદુરસ્તી તથા નીરોગતા માટે આસનો ખૂબ જ જરૂરી છે. આસનોથી શરીર, મન ઉપર પડતા પ્રભાવને ડૉક્ટરોના પરીક્ષણથી પણ જાણી શકાયું છે. હઠયોગમાં કહે છે, તમે પ્રાણને નિયંત્રણમાં લાવો, મન પર કાબૂ આવી જશે. લક્ષ્ય એક જ છે પણ શરૂઆત અલગ છે. પ્રાચીન સમયમાં, આ યોગવિદ્યા એ યોગીઓની સંપત્તિ હતી હવે આ દિવ્યવિદ્યા દરેક વ્યક્તિની મિલકત બની શકે છે, જો તેનો તેનો યોગ્ય અભ્યાસ કરે તો.
આજે વૈજ્ઞાનિકોએ પણ પુરવાર કર્યું છે કે માનવી પોતાના મગજની કુલ ક્ષમતા છે એમાંથી ફક્ત ૧૦% શક્તિનો જ ઉપયોગ જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૦૩