________________
ર૧. યોગ અને જ્ઞાનસાધના
જ્ઞાનસાધના એટલે શું? સાધના એટલે કંઈક પ્રાપ્ત કરવાનો પ્રયત્ન. જ્ઞાનસાધના એટલે જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ. જ્ઞાનને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. વ્યવહારિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન.
વ્યાવહારિક જ્ઞાન : જે વિદ્યાર્થીઓ ગ્રહણ કરે છે. વ્યાવહારિક રીતે, પ્રેક્ટીકલ રીતે જે જ્ઞાન દ્વારા બુદ્ધિ, આવડત અને ચતુરાઈનો વિકાસ થાય તે વ્યવહારિક જ્ઞાન.
આધ્યાત્મિક જ્ઞાન : આત્મા સંબંધી જ્ઞાન જે દ્વારા સાધક, આત્મા અને કર્મનો સંબંધ સમજી, જીવ - અજીવનો ભેદ જાણી પૂર્ણતાએ પહોંચવામાં (મોક્ષપ્રાપ્તિ) મદદરૂપ થાય તે આધ્યાત્મિક જ્ઞાન.
જ્ઞાનસાધના માટે જરૂરી તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મન :
જ્ઞાનસાધના માટે વિદ્યાર્થીઓ હોય કે સાધક હોય તેમનું ખરું સાધન છે તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મન.
शरीरमाद्यं खलु धर्मसाधनम् !
આ શરીર જ દરેક પ્રકારના ધર્મમય આચરણ માટેનું ખરું સાધન છે માટે આરોગ્યમય શરીર હોવું ખૂબ જ જરૂરી છે. જો શરીર તંદુરસ્ત હશે તો તેમાં તેવા જ સુંદર સ્વસ્થ મનનો નિવાસ શક્ય બનશે. જો
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના