________________
જ્ઞાન વધે ત્યારે જ્ઞાનનો અહંકાર ન થાય તેની સતત સાવધાની રાખવી જોઈએ.
જ્ઞાનપિપાસુની સાધનામાં અંતરાય ન નાખવો જોઈએ.
• પોતાને મળેલા જ્ઞાનનો લાભ અન્યને પણ મળે તે ભાવના ભાવવી જોઈએ. વિદ્યા વહેંચતા વધે છે. વિદ્યાદાન ઉત્તમ દાન છે.
દીક્ષિત, સાધુ-સંત, મુમુક્ષુ, સાધક કે વિદ્યાર્થીની જ્ઞાન પ્રાપ્તિમાં તન-મન-ધનથી સહાય કરવાથી પૂર્વે લાગેલા જ્ઞાનના દોષો ટળશે અને ભવાંતરે આપણી જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક બનશે.
ગુણવંત બરવાળિયા
•
-
ગુરુનું સાનિધ્ય એ આત્મજ્ઞાન પ્રગટ કરવાનો પાવન અવસર છે.
વિજ્ઞાન પ્રયોગથી સાબિત કરે, સત્પુરુષો તેને નિજ જ્ઞાન-પ્રજ્ઞાથી સિદ્ધ કરે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૦૧