________________
જ્ઞાન સાધનામાં લાગતાં દોષોને શાસ્ત્રીય પરિભાષામા જ્ઞાનના અતિચાર કહેવાય.આ દોષોની ગુરુની સાક્ષીએ ક્ષમાપના કરવી જોઈએ. જ્ઞાનીઓએ સૂત્ર સિદ્ધાંત ત્રણ પ્રકારનાં રહ્યાં છે. અર્થરૂપ આગમ અને સૂત્ર અર્થરૂપ આગમ.
સૂત્રરૂપ આગમ,
આ જ્ઞાનપ્રાપ્તિમાં કઈ રીતે દોષ લાગે ?
સૂત્રો આઘાપાછા ભણાયા હોય, ધ્યાન વિના સૂત્રો ભણાયા હોય, અક્ષરો આછા ભણાયા હોય, પદ ઓછું ભણાયું હોય. પદ વિનય સહિત ભણાયું હોય, મન અને કાયાના અસ્થિર પણે ભણાયું હોય (મન ક્યાંય ફરતું હોય અને ભણતા હોઈએ) શુદ્ધ ઉચ્ચાર વિના ભણાયું હોય, રુડું જ્ઞાન અવિનીતને દીધું હોય, દુષ્ટ ભાવથી જ્ઞાન લીધું હોય, અકાળે સજ્જાય કરી હોય, સજઝાય કરવાના સમયે સજઝાય ન કરી હોય, સજઝાય ન કરવાના સ્થળે સજઝાય હોય, સજઝાય ક૨વાના યોગ્ય સ્થળે સજઝાય ન કરી હોય.
સજઝાય એટલે સૂત્રો ભણવા કે શાસ્ત્રનો સ્વાધ્યાય કરવો. જ્ઞાનીઓએ અમુક દિવસ કે સૂત્રો-શાસ્ત્રો ભણવાનો કે શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે તેને અકાળ કહેલ છે.
બાર અકાળની સમજણ - પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ, સંધ્યાકાળ અને મધ્યરાત્રી, સવારે અને સાંજે સંધ્યાની એકઘડી પહેલા અને એક ઘડી પછી અને મધ્યાહ્ન કાળે, મધ્યરાત્રિએ પ્રાયઃ ૧૨ થી ૧ વાગ્યા સુધી તેમજ ચૈત્રસુદ પૂનમ અને ચૈત્રવદ એકમ, અષાઢ સૂદ પૂનમ, વદ એકમ, ભારવા સૂદ પૂનમ, વદ એકમ. આસો સુદ પૂનમ, વદ એકમ. આટલા દિવસો અકાળના છે, તે સમયમાં સૂત્રોના મૂળપાઠ વંચાય કે ભણાય નહિ. ફાગણ સુદ પૂનમ - હોળીની તથા ધૂળેટીની અસ્વાધ્યાય આગમમાં બતાવેલ નથી પરંતુ પરંપરાથી મનાય છે.
જ્ઞાનના દોષો લાગેલા હોય તો અંતઃકરણથી પ્રાયશ્ચિત કરી ગુરુજન સમક્ષ ક્ષમાપના કરવી જોઈએ, વળી ભેદભાવ વિના, જ્ઞાનનો અધિકાર દરેકને છે તેનો વિવેકપૂર્વક સ્વીકાર કરવો.
૧૦૦
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના