________________
૨૦. જ્ઞાનસાધનામાં લાગતાં દોષો પ્રત્યે સાવધ રહેવું
જ્ઞાન પ્રાપ્તિની સાધનામાં સર્વ પ્રથમ શિક્ષક, સદગુરુ, સપુરુષ કે જ્ઞાની પુરુષ પ્રત્યે વિનયભાવ રાખવો જરૂરી છે. વિનીત શિષ્ય, હિતશિક્ષાની પાત્રતા એટલે ગુરુજી જે શિક્ષા આપે તે મારા હિત માટે છે, ગુરુનો ઘણો ઘણો ઉપકાર છે, તેવી ભાવના રાખે તો જ તેનામાં જ્ઞાનની પાત્ર પ્રગટે.
પુસ્તકો, શાસ્ત્રગ્રંથો, હસ્તલિખિત ગ્રંથો, ગ્રંથાલય, તામ્રપત્ર, તાડપત્રીય ગ્રંથો, કબાટ, પેન, કલમ, શાહી, કાગળ, ખુરશી, મેજ, ટેબલ, બ્લેકબોર્ડ, ચાર્ટ, આસન, ઠવળી, શિલાલેખ, ઘડી, ઘડિયાળ, વગેરે પરંપરાગત જ્ઞાન સાધનામાં સહાય કરનારા ઉપકરણો છે. આ ઉપકરણોની જાળવણી, સ્વચ્છતા અને વિવેકપૂર્વકનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક બને છે.
સાંપ્રત યુગમાં ટી.વી. કોમ્યુટર, સી.ડી., ટોકીંગ બુક, ટેપરેકોર્ડર, રેડિયો અને ઈન્ટરનેટ જેવાં સાધનોનો વિવેકપૂર્વકનો ઉપયોગ જ્ઞાન સાધનામાં સહાયક ગણી શકાય.
અલ્પ આરંભ - સમારંભ અને સ્વચ્છતાથી સૂક્ષ્મ જીવોની હિંસા નિવારી શકાય તેથી કર્મબંધન અટકે.
ચેતન (સદ્ગુરુ) અને જડ (ઉપકરણો) પ્રત્યે પણ વિવેક વિનય ભાવ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપક્ષમ કરાવે. | જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
B૯િ૯]
૯૯