________________
૩. શ્વાસ લેતી વખતે નાભિની નીચેનો ભાગ બહાર ન આવે એ તે જોવું મૂલબંધ કરવો.
આ રીતે શ્વાસ લેવાય એને પૂરક કહેવાય. શ્વાસ છોડે એને રેચક કહેવાય. શ્વાસ છોડ્યા પછી બહાર રોકી રાખે તે બાહ્ય કુંભક અથવા સહજકુંભક અને શ્વાસ લીધા પછી અંદર રોકે તે આંતરકુંભક.
શરૂઆતમાં પૂરક, રેચક અને સહજ કુંભક જ કરવા ૩ – ૬ મહિનાના નિયમિત અભ્યાસ પછી માર્ગદર્શન હેઠળ જ આંતરકુંભક કરી શકાય.
આ થઈ પ્રાણાયામની basic રીત : એમાં પછી પ્રકારો છે. લોમ – વિલોમ, ઉજવી, ભસ્ત્રિકા, શીતલી. વ.
જ્ઞાનસાધના માટે ઉપયોગી આસનોઃ વિદ્યાર્થી અનૈ સાધક પોતાની ઉંમર, શક્તિ, અનુભવ, સંજોગોને આધારે ક્રિયા, આસન, પ્રાણાયામ માર્ગદર્શન હેઠળ કરે તેવી અપેક્ષા છે. અતિ કષ્ટ થાય કે શરીરમાં વિકૃતિ ઉત્પન્ન થાય તેટલી હદે કંઈ જ ન કરવું. પોતાની ક્ષમતા પ્રમાણે જ કરવું એ સોનેરી નિયમ છે. પુસ્તક કદી શિક્ષકનો વિકલ્પ બની શકે નહિ, યોગના ક્ષેત્રમાં તો નહિ જ પણ પ્રાથમિક માહિતી મળે એ હેતુથી નીચે થોડાં જરૂરી આસનોની વિગત આપવામાં આવી છે. ૧. સર્વાગાસનઃ અજીર્ણ – કબજિયાત દૂર થાય. થાયરોઈડ ગ્રંથિનું
સ્વાથ્ય જળવાય છે. સાંવેગિક સમતુલા અને સ્વસ્થતા જાળવવામાં મદદ મળે છે. મસ્યાસન : શ્વસનતંત્ર, રૂધિરાભિસરણને કાર્યક્ષમ રાખે છે.
સર્વાગાસનનું પૂરક છે. ૩. પૂર્ણ હલાસનઃ કબજિયાત, અજીર્ણ, અનિદ્રા, વિષાદ દુર થાય
છે. જ્ઞાનતંત્રની કાર્યક્ષમતા વધે છે. ૪. ભુજંગાસનઃ કરોડરજ્જુને સ્વસ્થ, લચીલી બનાવે છે. પેટની
ચરબી દૂર થાય. બ્રિાનસાધના અને સરસ્વતી વંદના
૧૦૭