________________
સંતોષ : ચીવટથી પુરુષાર્થ કરી ફળની અપેક્ષા ન રાખતા સંતોષ રાખવો અને બાકીના ત્રણ એટલે ક્રિયાયોગ - આ પાંચેને નિયમમાં સ્થાન અપાયું.
આ પ્રકારે નિયમમાં રહેવાથી સહજતાથી જ અવરોધો દૂર થાય છે. વિદ્યાર્થી હોય કે સાધક એમની સ્મરણશક્તિ, એકાગ્રતા, આત્મજ્ઞાનની અનુભૂતિ સહજ બને છે.
આમ, ‘યોગ’ દ્વારા વ્યાવહારિક જ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાન બંનેનાં સાધકોને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ અનુભવનો વિષય છે. માહિતી લીધા પછી ‘યોગાભ્યાસ’ અનુભવી જાણકારના માર્ગદર્શન હેઠળ ઇચ્છુક સાધકો, સાધનાની શરૂઆત કરે અને ખૂબ ખૂબ આગળ વધે તેવી અભ્યર્થના.
બીના ગાંધી
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૧૧