________________
જૈનધર્મમાં તીર્થકરોના પ્રવચન દ્વારા વહેતો થયેલો દેદીપ્યમાન અનંત ઉર્જાપ્રવાહ તે જ સારસ્વત મહઃ કે શ્રુતદેવતા છે. એ વાણીની જે સૂત્ર રૂપે ગૂંથણી થઈ તે દ્વાદશાંગી. આ બન્નેના આરાધના માટે કાઉસગ્ન થાય છે. જૈનધર્મી કલ્યાણકંદમ્, સંસારદાવાનલ અને ભુવનદેવતાની સ્તુતિઓમાં સરસ્વતીના વર્ણન સાથે તે દેવી અમને હંમેશાં સુખ આપનારી થાઓ એવી પ્રાર્થના કરવામાં આવી છે અને શ્રાવકોના છઆવશ્યકોમાંના એક પ્રતિક્રમણમાં પ્રતિદિન બોલાય છે તેમ જ પ્રાપ્ત : મંગલિક સ્મરણના સ્તોત્રો – સંતિકર, તિજયપહુત્તિ અને બૃહચ્છાતિ માં ષોડશ વિદ્યાદેવીઓના નામોલ્લેખ સહિત “રક્ષેતુ વો નિત્યં સ્વાહા' કે “
વિજ્જાદેવીઓ રમખંતુ' (વિદ્યાદેવીઓ અમારું રક્ષણ કરો) એવા પાઠ દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. જ્ઞાનની ઉપાસનાનું અદકેરું મહત્ત્વ જ્ઞાનાતિચારમાં પણ જોઈ શકાય. જ્ઞાનોપગરણપાટી, પોથી, વણી, નવકારવાળી વગેરે જ્ઞાનનાં ઉપકરણોની આશાતનથી બચવાનું જ્ઞાનીભગવંતોએ ફરમાવ્યું છે.
શ્રત, શારદા, ભારતી, બ્રાહ્મી, સરસ્વતી, વિદ્યા, વાગીશ્વરી, ત્રિપુરા આદિ ૧૦૮ નામો પ્રાપ્ત થાય છે. ભારતદેવી સાહિત્ય, સંગીત, કલા, વિદ્યા અને જ્ઞાન આપનારી છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત શ્રી સરસ્વતીઅષ્ટકના સાતમા શ્લોકમાં તાત્ત્વિક માર્ગ મળે છે અને સમ્યક્રક્રિયામાં પ્રાપ્તિ થાય છે, જે જ્ઞાન ક્રિયાથી આધિક કેવળજ્ઞાન (મોક્ષ) સંપત્તિ પ્રાપ્ત કરી લે છે. આ રીતે મોક્ષનો નિરુપાય હેતુ સરસ્વતીમા કૃપા થાય છે. જૈન ધર્મની કેવળજ્ઞાન પરિભાષાથી એવું સૂચિત થાય છે કે માત્ર જ્ઞાનની જયોત એ જ મોક્ષ અને એ સરસ્વતીની કૃપાથી ત્વરિત સિદ્ધ થાય છે.
– પનાલાલ ૨. શાહ
પર
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના