________________
કર્યું છે. તેમની રચનાઓ સાડાત્રણ શ્લોક પ્રમાણ કહેવાય છે. તેમ રાજશેખરજી લખે છે અને પટ્ટાવલીમાં પુનઃ પુનઃ પુનઃ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. હેમચંદ્રાચાર્યની અપરિમિત જ્ઞાનશક્તિથી પ્રભાવિત થઈ તે સમયના સર્વધર્મના વિદ્વાનોએ એક થઈ તેમને “કલિકાલ સર્વજ્ઞ”ના બિરુદથી નવાજ્યા હતા.
હેમચંદ્રાચાર્યનો પ્રભાવ રાજાધિરાજ તથા સામાન્ય પ્રજાનજપર્યંત પણ હતો, કારણ કે તેઓ જેટલા વિદ્વાન હતા તેટલા જ નમ્ર પણ હતા. ગિરનારની
યાત્રા સમયે તેમણે પોતાની સ્તુતિ બોલી હતી અને કહ્યું હતું કે મારા પુરોગામીઓની કૃતિ મહાન અર્થયુક્ત છે, જ્યારે મારી રચના અશિક્ષિતની આલાપકલા જેવી છે.
“સિદ્ધ હૈમશબ્દાનુશાસન” પ્રાકૃત અને સંસ્કૃત વ્યાકરણ છે. તેમાં ૪૬૮૫ સૂત્રો છે. “અભિધાન ચિંતામણિ” તેમના દ્વારા રચાયેલો વિશદ કોષ છે. તેમાં છ કાંડ તથા ૧૦,૦૦૦ શ્લોક છે. તેમાં એક એક વસ્તુના અનેક પર્યાયવાચી સંસકૃત નામોનો ઉલ્લેખ છે. તે ઉપરાંત તેના પરિશિષ્ટમાં ર૦૪ શ્લોકોની રચનાઓ છે. “અનેકાર્થ સંગ્રહકોષ”માં એક શબ્દના અનેક અર્થ આપેલા છે. “નિઘટકોષમાં વનસ્પતિશાસ્ત્રને લગતા છ પ્રકારના શબ્દસમૂહ આપવામાં આવ્યા છે. તેમાં વૃક્ષ, ગુલ્મ, લત્તા, શાક, તૃણ અને ધાન્ય વિષે વિશેષ માહિતી તેમ જ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય નિઘંટુ પ્રકારના છ કોષ તૈયાર કર્યા હતા, તેમાંથી આજે ફક્ત ત્રણ જ ઉપલબ્ધ છે. તેમાં બેમાં વનસ્પતિ વિષે અને એકમાં રત્ન તથા કિમતી પથ્થર વિષે શબ્દકોષ આપ્યો છે.
“કાવ્યાનુશાસન' એ તેમનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ છે અને તેના ઉપર “અલંકાર ચુડામણિ” નામની નાની અને વિવેક ચૂડામણિ' નામની વિસ્તૃત એમ બે ટીકાઓ લખી છે. આ ગ્રંથમાં નાટ્યશાસ્ત્ર પણ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે ગુણના પ્રકાર શબ્દાલંકાર, અર્થાલંકાર, નાયક-નાયિકાનો ભેદ તથા લક્ષણ આપ્યાં છે. વિવિષ વિષયોની છણાવટ કરી છે.
શાન સાધના અને સરસ્વતી વંદના