________________
“છંદાનુશાસન”માં તેમણે ૭૬૪ સૂત્રોમાં જુદા જુદા ચારસોથી વધારે છંદોના બંધારણની ચર્ચા કરી છે. તેના પ્રયોગો સમજાવવા અસાધારણ ગ્રંથ છે. પ્રમાણમીમાંસામાં પ્રમાણ લક્ષણ, પ્રમાણ વિભાગ, પરોક્ષ લક્ષણ, પારાર્થાનુમાન, હેવાભાસ, વાદલક્ષણ વ.ની પારિભાષિક ચર્ચા જૈન સૂત્ર સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે.
“ધયાશય મહાકાવ્ય” એ ઈતિહાસ અને વ્યાકરણનો સુમેળ બેસાડી સંપૂર્ણ સોલંકી વંશના સુવર્ણકાળ એટલે મૂળરાજ સોલંકીથી કુમારપાળના સમય સુધીનો યુગનો ઈતિહાસ આલેખે છે. સિદ્ધહેમ વ્યાકરણના નિયમોના ઉદાહરણ સાથે કથાવસ્તુ લઈ આ મહાકાવ્યની રચના થઈ છે.
“યોગશાસ્ત્ર” ગ્રંથની રચના ખાસ કુમારપાલ રાજાની વિનંતીથી કરવામાં આવી હતા. તેમાં લખાયેલાં શાસ્ત્રો, સદ્ગુરુની વાણી તેમ જ પોતાના આત્માનુભવનો આધાર લઈ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં પતંજલિ યોગસૂત્રના અષ્ટાંગયોગ, સાધુનાં મહાવ્રતો અને ગૃહથવાં, બાર વ્રતોનો સુંદર સમન્વય કર્યો છે. કુમારપાળ રોજ સવારે યોગશાસ્ત્ર સ્વાધ્યાય કર્યા બાદ જ દંતધાવન કરતા હતા અને આજે પણ જૈનમુનિઓ આ ગ્રંથનો ઉત્કંઠાથી અભ્યાસ કરે છે.
ત્રિષષ્ટિશલાકા મહાપુરુષ ચરિત્ર” નામક તેમનું મહાકાવ્ય ૩૬૦૦૦ શ્લોકોનો મહાન ગ્રંથ છે. તેમને મહાકવિનું બિરુદ મળેલું. શલાકાપુરુષ એટલે જ મહાપુરુષના મોક્ષ વિષે કોઈ શંકાને સ્થાન નથી તેને શલાકાપુરુષ કહેવામાં આવે છે. આવા શ્રેષ્ઠ શલાકાપુરુષ એટલે ભગવાન ઋષભદેવથી મહાવીર સ્વામી સુધીના ચોવીસ તીર્થકર, ભરત સહદેવ, સગર, સનતકુમાર, આદિ બાર ચક્રવર્તીઓ, રામ, કૃષ્ણ, વ. વાસુદેવો અને રાવણ જરાસંઘ વ. નવ પ્રતિવાસુદેવો તથા લક્ષ્મણ, બળભદ્ર, વ. નવ બળદેવ. આ પ્રમાણે કુલ ૬૩ શલાકાપુરુષોના પૂર્વ ભવોની વિગતો આ મહાકાવ્યમાં અપાઈ છે.
આ સમગ્ર ગ્રંથ એક મહાસાગર જેવો છે, કારણ કે તેમાં ફક્ત જીવનચરિત્રો નહીં, પરંતુ ચરિત્રનાયકોના વખતમાં તેમના રાજ્યની વ્યવસ્થા, સ્થળ અને કાળનું વિગતે વર્ણન, ભૂગોળ, ખગોળ, ઋતુઓ,
શાનસાધના અને સરસ્વતી વંદના
[૪૦]